GU/Prabhupada 0943 - મારુ કઈ નથી. ઈશાવાસ્યમ ઈદમ સર્વમ, બધુ કૃષ્ણનું છે



730427 - Lecture SB 01.08.35 - Los Angeles

તો દરેક વ્યક્તિ, તે અસીમિત ઈચ્છાને કારણે, એક પછી બીજી... આ ઈચ્છા, જ્યારે આ ઈચ્છા પૂર્ણ થશે, બીજી ઈચ્છા, બીજી ઈચ્છા, બીજી ઈચ્છા. આ રીતે તમે ફક્ત સમસ્યાઓ વધારો છો. અને જ્યારે ઈચ્છાઓ પૂર્ણ નહીં થાય, ત્યારે આપણે હતાશ, દિગ્મૂઢ થઈ જઈએ છીએ. હતાશા છે. એક પ્રકારની હતાશા, જેમ કે તમારા દેશમાં હિપ્પીઓ, તે પણ હતાશા છે. બીજા પ્રકારની હતાશા છે જેમ કે અમારા દેશમાં, તે બહુ જૂની હતાશા છે, સન્યાસી બની જવું. તો સન્યાસી બની જવું, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ દુનિયા મિથ્યા છે. કેવી રીતે તે મિથ્યા છે? તે પૂર્ણ રીતે ઉપયોગ ના કરી શક્યો; તેથી તે મિથ્યા છે. તે મિથ્યા નથી. વૈષ્ણવ તત્વજ્ઞાન છે, આ જગત મિથ્યા નથી, તે હકીકત છે. પણ મિથ્યા છે જ્યારે તમે વિચારો છો કે "હું આ જગતનો ભોક્તા છું." તે મિથ્યા છે. જો આપણે સ્વીકારીએ, કે તે કૃષ્ણનું છે, અને કૃષ્ણની સેવા માટે વપરાવું જોઈએ, તો તે મિથ્યા નથી. આપણે તે આપ્યું છે, ઉદાહરણ તરીકે, આ ફૂલો, આ ફૂલો ફૂલોની દુકાનમા છે. ઘણા બધા ફૂલો છે જે લોકો ખરીદી રહ્યા છે. આપણે ખરીદીએ છીએ, બીજા ખરીદે છે. તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે ખરીદે છે, અને આપણે કૃષ્ણ માટે ખરીદીએ છીએ. ફૂલ એક જ છે. તો કોઈ પૂછી શકે કે "તમે કૃષ્ણને અર્પણ કરો છો. કૃષ્ણ પરમાત્મા છે, તમે ભૌતિક વસ્તુઓ કેવી રીતે અર્પણ કરો છો, આ ફૂલો?" પણ તેઓ નથી જાણતા કે કઈ ભૌતિક જેવુ હોતું જ નથી. જ્યારે તમે કૃષ્ણને ભૂલી જાઓ છો, તે ભૌતિક છે. તે ભૌતિક છે. આ ફૂલ કૃષ્ણ માટે છે. તે આધ્યાત્મિક છે. અને જ્યારે આપણે તે લઈએ છીએ, આ ફૂલ, મારી ઇન્દ્રિય તૃપ્તિ માટે, તે ભૌતિક છે. તે અવિદ્યા છે. અવિદ્યા મતલબ અજ્ઞાન. મારૂ કઈ જ નથી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બધુ કૃષ્ણનું છે. તેથી આપણું આંદોલન કૃષ્ણ ભાવનામૃત જાગૃત કરવા માટે છે. આપણે જાણવું જોઈએ કે બધુ કૃષ્ણનું છે. કૃષ્ણ હકીકત છે. જગત હકીકત છે. આ જગત કૃષ્ણ દ્વારા રચવામાં આવ્યું છે, તેથી તે પણ હકીકત છે. તો બધુ હકીકત છે જ્યારે તે કૃષ્ણ ભાવનામાં કરવામાં આવે. નહીં તો તે માયા, અવિદ્યા, છે.

તો અવિદ્યાથી, અજ્ઞાનથી, આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરવા માંગીએ છીએ, અને આપણે સમસ્યાઓ ઊભી કરીએ છીએ. આપણે કેટલા બધા કૃત્રિમ કાર્યો ઊભા કરીએ છીએ, ઉગ્ર કર્મ. જોકે આપણે અવિદ્યામાં છીએ, કૃષ્ણની કૃપાથી બધુ બહુ સરળ છે. જેમ કે કોઈ પણ જગ્યાએ, દુનિયાના કોઈ પણ ભાગમાં, ભોજન છે. દરેક વસ્તુ છે, પૂર્ણ. પૂર્ણમ ઈદમ, પૂર્ણમ ઈદમ. જેમ કે કોઈ ગ્રીનલેન્ડ, અલાસ્કા, માં રહે છે, ત્યાનું વાતાવરણ આપણી ધારણા પ્રમાણે બહુ અનુકૂળ નથી, પણ તેઓ રહી રહ્યા છે, નિવાસીઓ છે. કઈક વ્યવસ્થા છે. તેવી જ રીતે, જો તમે બધેજ ઝીણવટથી અભ્યાસ કરશો... જેમ કે પાણીમાં લાખો અને લાખો માછલીઓ હોય છે. જો તમને નાવમાં મૂકવામાં આવે, અને તમારે ત્યાં એક મહિના માટે રહેવાનુ હોય, તો તમે મરી જશો. તમારા માટે કોઈ ભોજન નથી. પણ પછી... પાણીમાં. લાખો અને લાખો માછલીઓછે, તેમને પૂરતું ભોજન છે. પૂરતું ભોજન. એક માછલી પણ ભોજનની અછતને કારણે નથી મરતી. પણ જો તમને પાણીમાં મૂકી દેવામાં આવે, તમે મરી જશો. તો તેવી જ રીતે, ભગવાનની રચનાથી, ૮૪,૦૦,૦૦૦ જીવનની યોનીઓ છે. તો ભગવાને દરેકને ભોજન આપેલું છે. જેમ કે જો તમે જેલમાં પણ હોય, સરકાર તમને ભોજન પૂરું પાડે છે. તેવી જ રીતે, ભલે આ ભૌતિક જગતને એક જેલ ગણવામાં આવે છે જીવ માટે, છતાં કોઈ વસ્તુની કોઈ અછત નથી.