GU/Prabhupada 0950 - આપણો પાડોશી ભૂખ્યો મરી શકે છે, પણ આપણને તેની દરકાર નથી

From Vanipedia
Jump to: navigation, search
Go-previous.png પહેલાનું પૃષ્ઠ - વિડીઓ 0949
આગામી પૃષ્ઠ - વિડીઓ 0951 Go-next.png

આપણો પાડોશી ભૂખ્યો મરી શકે છે, પણ આપણને તેની દરકાર નથી
- Prabhupāda 0950


720902 - Lecture Festival Sri Vyasa-puja - New Vrindaban, USA

દેવીઓ અને સજજનો, આ સમારોહ... બેશક, જે મારા શિષ્યો છે, તેમને ખબર છે આ સમારોહ શું છે. જેઓ મુલાકાતીઓ છે, તેમની માહિતી માટે, હું તમને આ સમારોહ વિષે કઈક જણાવું. નહીં તો, તે... ખોટું સમજી શકવામાં આવી શકે છે. એક બહારનો વ્યક્તિ જોઈ શકે છે કે "કેમ એક વ્યક્તિ ભગવાનની જેમ પૂજાઈ રહ્યો છે?" કોઈક શંકા હોઈ શકે છે. તો આ શિષ્ટાચાર છે. આ સમારોહને કહેવામા આવે છે વ્યાસપૂજા. વ્યાસ. વ્યાસ મતલબ વેદિક સાહિત્યના મૂળ રચયિતા. તે નારાયણના અવતાર છે. તેમણે આપણા બધાને વેદિક જ્ઞાન આપ્યું છે. તેમણે નારદ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. નારદે જ્ઞાન બ્રહ્મા પાસેથી મેળવ્યું હતું. બ્રહ્માએ જ્ઞાન કૃષ્ણ પાસેથી મેળવ્યું હતું. તો આ રીતે, ગુરુ શિષ્ય પરંપરા દ્વાર, આપણને દિવ્ય જ્ઞાન મળે છે.

તો વ્યાસદેવ... પહેલા, વ્યાસદેવ પહેલા, કહો, પાંચ હજાર વર્ષો, પહેલા તે સમયે લૈખિક સાહિત્યની કોઈ આવશ્યકતા ન હતી. લોકો તેમની યાદશક્તિમાં એટલા તેજ હતા કે જે કઈ પણ તેઓ ગુરુ પાસેથી સાંભળતા તેઓને આજીવન યાદ રહેતું. યાદશક્તિ તેટલી તેજ હતી. પણ આ યુગમાં - તે કલિયુગ કહેવાય છે - આપણી શારીરિક શક્તિ ઘટી રહી છે, આપણી યાદશક્તિ, યાદ રાખવાની શક્તિ, આપણી બીજા માટેની લાગણી, દયા, આયુ, જીવનઅવધિ, ધાર્મિક વૃત્તિ. આ રીતે, આ યુગમાં આપણે બધુ ઘટાડી રહ્યા છીએ. આપણામાનો દરેક સરળતાથી સમજી શકે છે. પહેલા જો કોઈના પર બીજા માણસ દ્વારા આક્રમણ કરવામાં આવતું, ઘણા વ્યક્તિઓ તેને મદદ કરવા આવતા: "આ માણસ પર આક્રમણ કેમ કરવામાં આવ્યું છે?" પણ અત્યારે જો કોઈ માણસ પર આક્રમણ કરવામાં આવે, તો બાજુથી પસાર થવાવાળો દરકાર નહીં કરે, કારણકે તેમણે બીજા માટે લાગણી કે દયાભાવ ગુમાવી દીધો છે. આપણો પાડોશી ભૂખ્યો મરી શકે છે, પણ આપણને તેની દરકાર નથી પણ પહેલા બીજા જીવ માટે લાગણી, એક કીડી સુદ્ધાં... જેમ કે મહારાજ પરિક્ષિત, જ્યારે તેઓ તેમના રાજ્યનું ભ્રમણ કરતાં હતા, તેમણે જોયું કે એક માણસ ગાયને મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરિક્ષિત મહારાજે જોયું. તરત જ તેમણે તેમની તલવાર કાઢી, કે "તું કોણ છે? તું મારા રાજ્યમાં ગાયને મારી રહ્યો છે?" કારણકે રાજાએ, અથવા સરકારે, દરેકને સુરક્ષા આપવી પડે, એવું નથી કે સરકાર મનુષ્યોને સુરક્ષા આપવા માટે છે અને પ્રાણીઓને નહીં. કારણકે તે કલિયુગ છે, સરકાર બે રાષ્ટ્રીયો કે દેશવાસીઓ પ્રત્યે ભેદભાવ કરે છે. રાષ્ટ્રીય મતલબ જેણે ભૂમિ પર જન્મ લીધો છે તે. તેને રાષ્ટ્રીય કહેવાય છે. તે છે... તમે જાણો છો, દરેક. તો વૃક્ષો, તેઓ પણ ભૂમિ પર જન્મ્યા છે, જળચર પણ ભૂમિ પર જન્મ્યા છે. માખીઓ, પેટે ચાલવાવાળા, સાપ, પક્ષીઓ, પશુઓ, મનુષ્યો - દરેક તે ભૂમિ પર જન્મ્યા છે. ધારોકે તમારી ભૂમિ, અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ... કેમ સરકારે એક જીવના વર્ગને સુરક્ષા આપવી જોઈએ અને બીજાને નહીં? તેનો મતલબ તેઓ બીજા માટે લાગણી ગુમાવી ચૂક્યા છે. આ છે કલિયુગ. પહેલા, કલિયુગ પહેલા, એક કીડી સુદ્ધાં બિનજરૂરી રીતે મારવામાં આવતી ન હતી. એક કીડી પણ. એવા ઘણા કિસ્સાઓ છે કે એક શિકારી કે જે પ્રાણીઓને મારવાનો લાભ ઉઠાવતો હતો, પણ જ્યારે તે ભક્ત બની ગયો તે એક કીડી પણ મારવા માટે તૈયાર ન હતો.