GU/Prabhupada 0971 - જ્યાં સુધી તમે જીવનના શારીરક ખ્યાલ પર છો, તમે પશુથી વધારે કશું નથી



730400 - Lecture BG 02.13 - New York

યોગીઓ, તેઓ શારીરિક કસરતોથી સમજવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાની પણ જાણવાનો પ્રયત્ન કરે છે, પૂર્ણ રીતે જાણવાનો કે "હું શરીર નથી." અને કર્મીઓ, તેઓ સમજી ના શકે. તેઓ પશુ છે. પશુઓ સમજી ના શકે કે તેઓ શરીર નથી.

તો વાસ્તવિક રીતે, કર્મીઓ, જ્ઞાનીઓ, યોગીઓ, થોડાક, પશુઓ કરતાં ઉચ્ચ છે કદાચ. બસ તેટલું જ. તેઓ પશુ સ્તર પર છે, પરંતુ થોડા ઉચ્ચ. તો હું આ ઉદાહરણ આપું છું - કદાચ તમે સાંભળ્યુ હશે - મળની સૂકી બાજુ. ભારતમાં, તેઓ ખુલ્લા ક્ષેત્રમાં મળ પસાર કરે છે. તો દિવસના અંતમાં, કારણકે સૂર્યપ્રકાશ છે, ઉપરની બાજુ થોડીક સૂકી થઈ જાય છે. અને નીચેની બાજુ, હજુ ભીની છે. તો કોઈ કહે, "આ બાજુ બહુ સરસ છે." (હાસ્ય) તેને ખબર નથી. તે છેવટે તો મળ જ છે. (હાસ્ય) આ બાજુ, કે પેલી બાજુ. તો આ ધૂર્તો, તેઓ જીવનના શારીરિક ખ્યાલ પર છે, અને તેઓ વિચારે છે કે "હું રાષ્ટ્રીયતાવાદી છું," "હું યોગી છું," "હું આ છું, હું તે છું, હું તે છું..." તમે જોયું. આ તત્વજ્ઞાન છે.

જ્યાં સુધી તમે જીવનના શારીરક ખ્યાલ પર છો, તમે પશુથી વધારે કશું નથી. તે ભાગવત તત્વજ્ઞાન છે. તમે પશુ છો. યસયાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે.

યસયાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે
સ્વધિ: કલાત્રાદીષુ ભૌમ ઈજ્ય ધિ:
યત તીર્થ બુદ્ધિ: સલીલે ન કરહિચિદ
જનેષુ અભિજ્ઞેષુ સ એવ ગોખર:
(શ્રી.ભા. ૧૦.૮૪.૧૩)

તો ગોખર મતલબ, ગો મતલબ ગાય, ખર: મતલબ ગધેડો. પશુઓ. તો કોણ છે તે? હવે યસયાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે. આ ત્રિધાતુ - કફ પિત્ત વાયુ નો કોથળો - જો કોઈ વિચારે કે "હું આ શરીર છું, હું આ શરીર છું, અને શારીરિક સંબંધ,..." કારણકે શારીરિક સંબંધમાં મારે કુટુંબ છે, સમાજ છે, બાળકો છે, પત્ની છે, દેશ છે, અને તેથી તેઓ મારા છે. તો યસયાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધા..., સ્વધિ: સ્વધિ મતલબ વિચારે છે: "તેઓ મારા છે. હું તેમનો છું." સ્વધિ કલત્રાદીષુ. કલત્ર મતલબ પત્ની. પત્ની દ્વારા, આપણને બાળકો મળે છે, આપણે વિસ્તૃત થઈએ છીએ.

સંસ્કૃત શબ્દ છે. સ્ત્રી. સ્ત્રી મતલબ વિસ્તૃતિ. હું એક રહું છું. જેવી મારે પત્ની છે, હું બે થાઉં છું. પછી ત્રણ, ચાર, પાંચ. તે રીતે. તેને સ્ત્રી કહેવાય છે. તો , આપણી વિસ્તૃતિ, આ વિસ્તૃતિઓ, આ ભૌતિક વિસ્તૃતિઓ, શારીરિક વિસ્તૃતિઓ, મતલબ ભ્રમ. જનસ્ય મોહો અયમ અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). ભ્રમ વધે છે, કે "હું આ શરીર છું, અને શારીરિક સંબંધમાં, બધુ મારૂ છે." અહમ મમ. અહમ મતલબ "હું", અને મમ મતલબ "મારૂ."