GU/Prabhupada 0973 - જો કોઈ સિદ્ધાંતોને અનુસરે છે, તે નિશ્ચિત રૂપે ભગવદધામ પાછો જાય છે
730400 - Lecture BG 02.13 - New York
પ્રભુપાદ: બુદ્ધિશાળી કોણ છે? જો તમે પૂછો કે ગ્રહ પર, ભગવદ ધામ પર પાછા જઈને લાભ શું છે? તેની ભગવદ ગીતામાં ખાત્રી આપવામાં આવી છે: મામ ઉપેત્ય તુ કૌંતેય દુખાલાયમ અશાશ્વતમ નાપ્નુવંતી (ભ.ગી. ૮.૧૫). "જો તમે મારી પાસે આવો છો, તો તમારે ફરીથી આ ભૌતિક શરીર સ્વીકારવું પડશે નહીં, જે દુખભરી સ્થિતિઓથી ભરપૂર છે. તમે તમારા આધ્યાત્મિક શરીર માં રહેશો."
તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે, મારો કહેવાનો મતલબ, અનુમતિ આપવા માટે, દરેક જીવને ઉન્નત કરવા... બેશક, તે બધા માટે નથી. તે ઘણું મુશ્કેલ છે. પણ જેણે પણ આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન સ્વીકાર્યું છે, જો તે સિદ્ધાંતોને અનુસરશે, તો તે ચોકકસપણે ભગવદ ધામ પાછો જશે. તેની ખાત્રી છે. પણ જો તમે વિચલિત થશો, જો તમે માયાથી આકર્ષિત થશો, તો તે તમારા ઉપર છે. પણ અમે તમને આ સૂચના આપીએ છીએ: આ વિધિ છે, સરળ વિધિ. હરે કૃષ્ણ મહા મંત્રનો જપ કરો, શુદ્ધ થાઓ, ભૌતિક બંધનોમાથી હમેશા મુક્ત રહો, અને ત્યક્તવા દેહમ. મામ ઉપેત્ય. જન્મ કર્મ મે દિવ્યમ જો જાનાતી... જો તમે ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરશો, તો ત્યક્તવા દેહમ, આ શરીર છોડયા પછી, મામ એતિ, "તમે મારી પાસે આવો છો."
તો આ આપણું તત્વજ્ઞાન છે. તે બહુ સરળ છે. અને બધુજ ભગવદ ગીતમાં સમજાવેલું છે. તમે અનુભવ કરવાનો પ્રયાસ કરો અને આ સમસ્ત સંસારના લાભ માટે આ સંપ્રદાયનો પ્રચાર કરો. પછી બધા સુખી થશે.
આપનો ખૂબ ખૂબ આભાર.
ભક્તો: જય, શ્રીલ પ્રભુપાદનો જય હો!