GU/Prabhupada 0997 - કૃષ્ણનું કાર્ય બધા માટે છે. તેથી અમે બધાને આવકારીએ છીએ
730406 - Lecture SB 02.01.01-2 - New York
કઈ વાંધો નહીં, તો કીર્તન બહુજ શુભ છે. ચૈતન્ય મહાપ્રભુએ તેમની કૃપા આપેલી છે, ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). આપણે આ ભૌતિક જગતમાં સહન કરી રહ્યા છીએ કારણકે આપણે આપણા વિચારોથી શુદ્ધ નથી અથવા આપણું હ્રદય શુદ્ધ નથી. હ્રદય શુદ્ધ નથી. તો આ કીર્તન આપણને હ્રદય શુદ્ધ કરવામાં મદદ કરશે.
- શ્ર્ણ્વતામ સ્વકથા: કૃષ્ણ:
- પુણ્ય શ્રવણ કીર્તન:
- હ્રદિ અંતઃ સ્થો અભદ્રાણી
- વિધુનોતી સુહર્ત સતામ
- (શ્રી.ભા. ૧.૨.૧૭)
કીર્તન એટલું સરસ છે કે જેવુ તમે જપ કરો છો, અથવા કૃષ્ણ વિષે સાંભળો છો - કૃષ્ણ વિષે સાંભળવું તે પણ કીર્તન છે તો તરત જ શુદ્ધિની ક્રિયા ચાલુ થઈ જાય છે, ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). અને જેવુ આપણું હ્રદય શુદ્ધ થાય છે, ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ, પછી આપણે આ ભૌતિક અસ્તિત્વની ભડકતી આગમાંથી મુક્ત થઈએ છીએ. તો કીર્તન એટલું શુભ છે, તેથી પરિક્ષિત મહારાજ અહિયાં, શુકદેવ ગોસ્વામી કહે છે, વરીયન એષ તે પ્રશ્ન: કૃતો લોક હિતમ નૃપ (શ્રી.ભા. ૨.૧.૧). બીજા સ્થળે પણ, શુકદેવ ગોસ્વા, સુત, સૂત ગોસ્વામી કહે છે, યત કૃત: કૃષ્ણ સંપ્રશ્નો યયાત્મા સુપ્રસિદતી. જ્યારે નૈમિષારણ્યમાં મહાન સાધુ વ્યક્તિઓ કૃષ્ણ વિષે પૃચ્છા કરે છે, તેઓ આ જવાબ આપે છે. યત કૃત: કૃષ્ણ સંપ્રશ્ન: "કારણકે તમે કૃષ્ણ વિષે પૃચ્છા કરી છે, તે તમારા હ્રદયને શુદ્ધ કરશે, યેનાત્મા સુપ્રસિદતી. તમે તમારા હ્રદયમાં દિવ્ય આનંદ, આરામ અનુભવશો."
તો વરિયાન એષ તે પ્રશ્ન: કૃતો લોક હિતમ (શ્રી.ભા. ૨.૧.૧). લોક હિતમ. ખરેખર આપણું, આ આંદોલન માનવ સમાજ માટે સૌથી મુખ્ય કલ્યાણકારી કાર્ય છે, લોક હિતમ. તે વેપાર નથી. વેપાર મતલબ મારૂ હિતમ, ફક્ત મારો લાભ. તે તેવું નથી. તે કૃષ્ણનું કાર્ય છે. કૃષ્ણનું કાર્ય મતલબ કૃષ્ણ દરેક માટે છે; તેથી કૃષ્ણનું કાર્ય દરેક માટે છે. તેથી આપણે દરેકને આવકારીએ છીએ. કોઈ ભેદભાવ નથી. "અહી આવો અને જપ કરો," લોક હિતમ. અને એક સાધુ, એક સજ્જન વ્યક્તિએ હમેશા લોક હિતમ વિષે વિચાર કરવો જોઈએ. તે સામાન્ય માણસ અને સાધુ વચ્ચેનું અંતર છે. સામાન્ય માણસ, તે ફક્ત પોતાના વિષે વિચારે છે, કે "વિસ્તૃત સ્વાર્થ", કુટુંબ માટે, સંપ્રદાય માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે. આ બધો વિસ્તૃત સ્વાર્થ છે. વિસ્તૃત. જ્યારે હું એકલો છું, હું ફક્ત મારા લાભ માટે જ વિચારું છું. જ્યારે હું થોડો મોટો થાઉં છું, હું મારા ભાઈઓ અને બહેનો વિષે વિચારું છું, અને જ્યારે હું થોડોક વિકસિત થાઉં છું, હું મારા કુટુંબ વિષે વિચારું છું. થોડો વિકસિત, હું મારા સંપ્રદાય વિષે વિચારું છું. થોડો વિકસિત, હું મારા દેશ, રાષ્ટ્ર વિષે વિચારું છું. અથવા હું સમસ્ત માનવ સમાજ વિષે વિચારી શકું છું, આંતરરાષ્ટ્રીય સ્તરે. પણ કૃષ્ણ એટલા મહાન છે કે કૃષ્ણ દરેકને પોતાનામાં સમાવી લે છે. ફક્ત માનવ સમાજ નહીં, પ્રાણી સમાજ, પક્ષી સમાજ, પશુ સમાજ, વૃક્ષ સમાજ - બધુ જ. કૃષ્ણ કહે છે, અહમ બીજ પ્રદ: પિતા (ભ.ગી. ૧૪.૪): "હું આ બધી યોનીઓનો બીજ આપવાવાળો પિતા છું."