GU/Prabhupada 1005 - કૃષ્ણ ભાવનામૃત વગર, તમને ફક્ત કચરો ઈચ્છાઓ હશે



750713 - Conversation B - Philadelphia

સેંડી નિકસોન: ઠીક છે. મારા માટે આ પ્રશ્ન પુછવો મુશ્કેલ છે, કારણકે તે મારા ભાગ પર થોડી અજ્ઞાનતા દર્શાવે છે. પણ હું મારી અજ્ઞાનતામાં નથી પૂછી રહી. મારે તમારો જવાબ રેકોર્ડ કરવો છે, ઠીક છે? શું તમારી ઈચ્છા...? હું તમારી બધી ઈચ્છાઓ આખરે જતી રહેવી પડે, કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ?

પ્રભુપાદ: કૃષ્ણ ભાવનામૃત વગર, તમને ફક્ત કચરો ઈચ્છાઓ હશે. અને જ્યારે તમે કૃષ્ણ ભાવનાભાવિત છો, પછી તમારી ઈચ્છાઓ સાચી હોય છે.

સેંડી નિકસોન: ઘણા આધ્યાત્મિક માર્ગોનો ધ્યેય છે પોતાની અંદર ગુરુ શોધવા.

પ્રભુપાદ: અંદર?

સેંડી નિકસોન: પોતાની અંદર ગુરુ. શું આ અલગ છે...?

પ્રભુપાદ: કોણ કહે છે તે, પોતાની અંદર ગુરુ શોધવો?

સેંડી નિકસોન: ઉમ્મ...

જયતિર્થ: કિરપાલ સિંઘ, તે તેવું કહે છે.

સેંડી નિકસોન: માફ કરશો?

જયતિર્થ: કિરપાલ સિંઘ, તે એક વ્યક્તિ છે જે તેવું કહે છે.

ગુરૂદાસ: કૃષ્ણમૂર્તિ પણ તેવું જ કહે છે.

પ્રભુપાદ: તો શા માટે તે શીખવાડવા આવ્યો છે? (હાસ્ય) આ ધૂર્ત, તે શા માટે શીખવાડવા આવ્યો છે? આ જવાબ છે. આ વસ્તુઓ ધૂર્તો દ્વારા બોલાય છે. તે શીખવાડવા આવ્યો છે, અને તે કહે છે, "પોતાની અંદર ગુરુ શોધો." તો શા માટે તું શીખવાડવા આવ્યો છું? કારણકે લોકો બુદ્ધિશાળી નથી, તે લોકો તેને પકડી નથી શકતા. તે બધુ જ બકવાસ કરે છે, અને તેઓ સાંભળે છે, બસ તેટલું જ.

ગુરૂદાસ: તેણે એક પુસ્તક પણ લખી છે "કોઈ પુસ્તકની જરૂર નથી." તેના વિશે (હાસ્ય)

પ્રભુપાદ: તો તમે જોઈ શકો કેટલો ધૂર્ત છે તે. શું તે નથી? શું તમે સ્વીકારો છો કે નહીં? તે પુસ્તક લખે છે, અને તે કહે છે, "પુસ્તકોની કોઈ જરૂર નથી." તે શીખવાડવા આવ્યો છે, અને તે કહે છે, "શિક્ષકની કોઈ જરૂર નથી. શિક્ષક અંદર છે." શું તે ધૂર્ત નથી?

સેંડી નિકસોન: તેઓ કહે છે... તે લોકો...

પ્રભુપાદ: ના, સૌ પ્રથમ તમે મારા પ્રશ્નનો જવાબ આપો. જો તે વિરોધાભાસી વસ્તુઓ કહે, શું તે ધૂર્ત નથી?

સેંડી નિકસોન: હા, તે પોતાનો જ વિરોધાભાસ કરે છે.

પ્રભુપાદ: તેથી તે ધૂર્ત છે. તે જાણતો નથી પોતાનું રક્ષણ કેવી રીતે કરવું.

સેંડી નિકસોન: શું વેદોને ચિહ્ન તરીકે અને શાબ્દિક રીતે પણ ગ્રહણ કરી શકાય?

પ્રભુપાદ: તેના મૂળ રૂપે. અમે ભગવદ ગીતા તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ, ચિહ્ન તરીકે નહીં.