GU/Prabhupada 1011 - ધર્મ શું છે તમારે ભગવાન પાસેથી જ શીખવું જોઈએ. તમારો પોતાનો ધર્મ ના રચો



750713 - Conversation B - Philadelphia

પ્રભુપાદ: આ સજ્જન?

ભક્ત પુત્ર: તે મારા પિતા છે.

પ્રભુપાદ: ઓહ, આપનો ખૂબ ખૂબ આભાર. (મંદ હાસ્ય કરે છે)

પિતા: આપની કૃપા...

ભક્ત: અને મારી માતા.

માતા: હરે કૃષ્ણ:

પ્રભુપાદ: ઓહ. તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તમારે આટલો સરસ પુત્ર છે.

પિતા: આપનો આભાર.

પ્રભુપાદ: હા. અને કૃષ્ણ ભાવનાભાવિત બનીને તે તમારી શ્રેષ્ઠ સેવા કરી રહ્યો છે.

પિતા: શ્રેષ્ઠ શું?

ભક્ત: સેવા.

પ્રભુપાદ: એવું ના વિચારો કે તે ઘરને બહાર છે, તે ખોવાઈ ગયો છે. ના. તે તમારી શ્રેષ્ઠ સેવા કરે છે.

પિતા: અમે તેનાથી ખૂબ જ ખુશ છીએ, અને અમે હમેશા હતા જ. તેને ખુશી પ્રાપ્ત કરાવવા માટે આપનો આભાર. તે એવું કઈક છે જે તે તમારી આજ્ઞાથી મેળવી શક્યો છે. (અસ્પષ્ટ)

પ્રભુપાદ: આપનો આભાર. તેઓ બહુ સારા છોકરાઓ છે.

પિતા: મને જે આશ્ચર્યચકિત કરે છે તે કે તમે આ ગતિથી આગળ વધવાની શક્તિ ક્યાથી લાવો છો. શું તમે મને કહી શકો તમે તે કેવી રીતે કરો છો? (હાસ્ય) હું તમારાથી થોડા વર્ષો નાનો છું, અને મને ગતિ મેળવવી મુશ્કેલ લાગે છે.

પ્રભુપાદ: વિધિ પ્રમાણિક છે, જે વિધિની હું ભલામણ કરું છું અને તેઓ પાલન કરે છે. પછી તેની ખાત્રી છે.

ભક્ત પુત્ર: હા. તેઓ કહી રહ્યા છે કે અમારી જીવન જીવવાની રીત તમને પણ શક્તિ મેળવવવામાં મદદ કરશે, ભગવાનની પૂજા કરીને.

પ્રભુપાદ: જેમ કે ડોક્ટર. તે તમને દવા આપે છે, અને તે તમને વિધિ આપે છે, માત્રા, કેવી રીતે દવા લેવી, કેવી રીતે ખોરાક લેવો. જો દર્દી પાલન કરે, તો તે સાજો થઈ જાય છે. (તોડ) તે તક છે, મનુષ્ય જીવન. આ ભગવદ સાક્ષાત્કારની વિધિ મનુષ્ય દ્વારા જ સ્વીકારાઈ શકાય છે. તેનો ફરક નથી પડતો તે ક્યાં જન્મ્યો છે. ભારતમાં અથવા ભારતથી બહાર, તેનો ફરક નથી પડતો. કોઈ પણ મનુષ્ય તે લઈ શકે છે. તે ફરક છે પશુ જીવનમાં અને મનુષ્ય જીવનમાં. પશુ, કૂતરો, તેને ફક્ત ભસતા જ આવડે છે, બસ તેટલું જ. તેને આ વિધિ ના શીખવાડી શકાય. પણ એક મનુષ્યને શીખવાડી શકાય. તેની પાસે બુદ્ધિ છે, દરેક મનુષ્ય પાસે. તો આ મનુષ્ય જીવન, જો આપણે આ વિધિ નહીં લઈએ, કેવી રીતે કૃષ્ણ ભાવનાભાવિત બનવું, તો આપણે કુતરા રહીએ છીએ. કારણકે આપણે તક ગુમાવીએ છીએ.

પિતા: તે શું છે જે કૃષ્ણ ભાવનામૃતે લોકોને આપ્યું છે જે બીજા ધર્મો નથી આપતા?

પ્રભુપાદ: આ ધર્મ છે. મે પહેલા જ સમજાવેલું છે કે ધર્મ મતલબ ભગવાનના પ્રેમી બનવું. તે ધર્મ છે. જ્યારે ભગવાન માટે કોઈ પ્રેમ ના હોય, તે ધર્મ નથી. ધર્મ મતલબ - મે પહેલા જ સમજાવેલું છે - ભગવાનને જાણવા અને તેમને પ્રેમ કરવો. તો જો તમે જાણો નહીં કે ભગવાન શું છે, તેમને પ્રેમ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? તો તે ધર્મ નથી. ધર્મના નામ પર તે ચાલી રહ્યું છે. પણ ધર્મ મતલબ ભગવાનને જાણવા અને તેમને પ્રેમ કરવો. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). (બાજુમાં:) શું તમે આ શ્લોક શોધી શકો? તેમને આપો. તમને મળ્યો નહીં?

નિતાઈ: હા, ૩.૧૯.

પ્રભુપાદ: ત્રીજો અધ્યાય, ઓગણીસ.

નિતાઈ:

ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ
ન વૈ વિદુર ઋષયો નાપી દેવ:
ન સિદ્ધ મુખ્ય અસુર મનુષ્ય:
કુતો ન વિદ્યાધર ચરણાદય:
(શ્રી.ભા. ૬.૩.૧૯)

પ્રભુપાદ: ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ: "ધર્મનો સિદ્ધાંત ભગવાન દ્વારા આપવામાં આવે છે." જેમ કે કાયદો. કાયદો મતલબ સરકાર દ્વારા આપવામાં આવેલી કાર્યની પદ્ધતિઓ. તમે ઘરે કાયદો ના બનાવી શકો. શું તે સ્પષ્ટ છે?

પિતા: ના, મને ભાષાની મુશ્કેલી થાય છે.

જયતિર્થ: તેઓ કહે છે કે કાયદો મતલબ તે કે જે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. તમે ઘરે તમારો પોતાનો કાયદો ના બનાવી શકો. તો તેવી જ રીતે, ધર્મ મતલબ તે કે જે ભગવાન દ્વારા જાહેર કરવામાં આવ્યું હોય. તમે તમારી પોતાની પદ્ધતિ ના બનાવી શકો.

પિતા: મને લાગે છે કે હું મુદ્દો ચૂકી રહ્યો છું. મારો પ્રશ્ન છે કે હરે કૃષ્ણ ભાવનામૃત પાસે એવું શું છે આપવા માટે જે બીજા ધર્મોએ હજુ સુધી નથી આપ્યું...

પ્રભુપાદ: આ પ્રસ્તુતિ છે, કે જો તમારે ધાર્મિક બનવું છે, તો તમે ધાર્મિક સિદ્ધાંતો ભગવાન પાસેથી સમજવાનો પ્રયત્ન કરો. કારણકે જો વ્યક્તિ વકીલ છે, જો આપણે વકીલ બનવું છે, તેણે સરકાર દ્વારા આપેલા કાયદાઓ શીખવા જ જોઈએ. તે ઘરે વકીલ ના બની શકે. તેવી જ રીતે, જો તમારે ધાર્મિક બનવું હોય, તમારે ધર્મ શું છે તે ભગવાન પાસેથી જ શીખવું જોઈએ. તમે તમારો પોતાનો ધર્મનું નિર્માણ ના કરો. તે ધર્મ નથી. તે પહેલો સિદ્ધાંત છે. પણ જો હું જાણતો હોઉ નહીં કે ભગવાન શું છે, ભગવાનની આજ્ઞા શું છે, તો ધર્મ શું છે? તે ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ તેના પોતાના ધર્મની રચના કરે છે. આ આધુનિક પદ્ધતિ છે, કે ધર્મ ખાનગી છે; કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ સ્વીકારી શકે છે. તે ઉદારતા છે, તેવું નથી?

જયતિર્થ: હા.

પ્રભુપાદ: જરા તેમને આશ્વસ્ત કરો.

જયતિર્થ: તો શું તમે સમજ્યા? ખ્યાલ છે કે આ હરે કૃષ્ણ આંદોલન વેદોની અધિકૃતતા પર આધારિત છે. અને વેદિક ગ્રંથો સીધા કૃષ્ણ પાસેથી આવી રહ્યા છે. તો અમે ફક્ત તે જ સત્ય સ્વીકારીએ છીએ જે કૃષ્ણ કહે છે, અને કોઈ પણ વ્યક્તિના માનસિક તર્ક અથવા કલ્પનાઓને સત્ય તરીકે સ્વીકારતા નથી. અને આજે આ ઘણા બધા ધાર્મિક આંદોલનોની મુશ્કેલી છે, કે તે આધારિત છે અર્થઘટન ઉપર અથવા...

પ્રભુપાદ: તર્ક.

જયતિર્થ:... એક સામાન્ય માણસના તત્વજ્ઞાન ઉપર. તો આ પ્રાથમિક ભેદ છે.

પ્રભુપાદ: અમે એવું કશું નથી કહેતા જે ભગવાન દ્વારા ભગવદ ગીતામાં ના કહેલું હોય. તેથી તે દરેક જગ્યાએ આકર્ષિત કરી રહ્યું છે. જો કે તે સંસ્કૃત ભાષામાં છે, છતાં, તે આકર્ષિત કરે છે. જેમ કે તમે રસ્તા પર જાઓ અને નિશાની છે, "જમણી બાજુએ રાખો..."

જયતિર્થ: "જમણી બાજુએ રાખો."

પ્રભુપાદ: "જમણી બાજુએ રાખો," આ કાયદો છે. હું કહી ના શકું, "તેમાં ખોટું શું છે જો હું ડાબી બાજુએ રાખું?" (હાસ્ય) તો હું એક અપરાધી છું. તમે આદેશ ના આપી શકો. સરકારે કહ્યું છે, "જમણી બાજુ રાખો." તમારે તે કરવું જ પડે. તે કાયદો છે. જો તમે ભંગ કરો, તો તમે અપરાધી છો. દંડ ચૂકવો. પણ સામાન્ય રીતે, એક વ્યક્તિ વિચારી શકે છે, "તેમાં ખોટું શું છે, જમણી બાજુએ રાખવાને બદલે, જો હું ડાબી બાજુએ રાખુ તો?" તે તેવું વિચારી શકે છે, પણ તે જાણતો નથી કે તે અપરાધી છે.