GU/Prabhupada 1013 - આગલી મૃત્યુ આવે તે પહેલા આપણે બહુ જ ઝડપથી પ્રયાસ કરવો જોઈએ750620c - Arrival - Los Angeles

રામેશ્વર: જ્યાં સુધી તમારી બધી જ પુસ્તકો પ્રકાશિત નહીં થાય ત્યાં સુધી છાપખાના પર રહેલા ભક્તોને ગમશે નહીં.

પ્રભુપાદ: હમ્મ. તે સારું છે. (હાસ્ય)

જયતિર્થ: તે લોકો હવે રાત્રે પણ કામ કરી રહ્યા છે.

પ્રભુપાદ: ઓહ.

રામેશ્વર: ચોવીસ કલાક.

જયતિર્થ: ચોવીસ કલાક બીબા પર, જેથી આપણે યંત્રોનો પૂર્ણ લાભ લઈ શકીએ.

પ્રભુપાદ: અને હયગ્રીવ પ્રભુ, તમે કેટલા કાગળો સમાપ્ત કરો છો? તમે ઓછામાં ઓછા પચાસ કાગળો સમાપ્ત કરી શકો છો.

હયગ્રીવ: હું પ્રયત્ન કરું છું. એક કલાકમાં એક ટેપ.

રાધાવલ્લભ: હયગ્રીવે આજે મધ્ય લીલાનું છઠ્ઠું ગ્રંથ સમાપ્ત કર્યું.

પ્રભુપાદ: હું?

રાધાવલ્લભ: હયગ્રીવે આજે મધ્ય લીલાના છઠ્ઠા ગ્રંથનું સંપાદન પૂર્ણ કર્યું.

પ્રભુપાદ: ઓહ, છઠ્ઠો ગ્રંથ, ચૈતન્ય ચરિતામૃત?

રાધાવલ્લભ: હા. નવ ગ્રંથોમાથી, હયગ્રીવે મધ્યલીલાના છ સમાપ્ત કરી દીધા છે.

પ્રભુપાદ: બધુ મળીને નવ ગ્રંથો થશે?

રામેશ્વર: મધ્યલીલાના.

જયતિર્થ: મધ્યલીલા, બધા નવ ગ્રંથો.

રાધાવલ્લભ: અને ચાર અંત્ય લીલાના ગ્રંથો.

જયતિર્થ: બધુ મળીને સોળ ગ્રંથો.

પ્રભુપાદ: ગર્ગમુની ક્યાં છે?

ભવાનંદ: તે પૂર્વમાં છે. બફેલો.

પ્રભુપાદ: પ્રચાર કરે છે?

ભવાનંદ: હા.

પ્રભુપાદ: તો તમે તેમની સાથે છો, સુદામા?

સુદામા: હા, શ્રીલ પ્રભુપાદ.

પ્રભુપાદ: બધુ સારું ચાલી રહ્યું છે?

સુદામા: હા. (તોડ)

જયતિર્થ: .... મને કહ્યું કે આખું ચૈતન્ય ચરિતામૃતનું સંપાદન, ઓગસ્ટના અંતમાં સમાપ્ત થઈ જશે.

પ્રભુપાદ: હમ્મ?

જયતિર્થ: ચૈતન્ય ચરિતામૃતના બધા જ સંપાદનો ઓગસ્ટના અંતમાં સમાપ્ત થઈ જશે.

પ્રભુપાદ: તે પણ આવી રહ્યા છે, નિતાઈ...?

જયતિર્થ: નિતાઈ અને જગન્નાથ આવવાના છે...

રામેશ્વર: આશરે ત્રણ દિવસોમાં. જયતિર્થ: જુલાઈના અંતમાં.... તો તે હવે ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

પ્રભુપાદ: બહુ જ સરસ. તુર્ણમ યતેત (શ્રી.ભા. ૧૧.૯.૨૯). આગલી મૃત્યુ આવે તે પહેલા આપણે ઝડપથી, બહુ જ ઝડપથી પ્રયાસ કરવો જોઈએ અને મૃત્યુ આવશે જ. તો આપણે તે રીતે તૈયારી કરવી જોઈએ કે આગલી મૃત્યુ આવે તે પહેલા, આપણે કૃષ્ણ ભાવનામૃતનું કાર્ય સમાપ્ત કરીએ અને ભગવદ ધામ પાછા જઈએ. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). આ સિદ્ધિ છે. કારણકે જો આપણે બીજા જન્મની પ્રતિક્ષા કરીશું, કદાચ આપણને ના પણ મળે. ભરત મહારાજ પણ, તેઓ પણ ચૂકી ગયા. તે હરણ બન્યા. તો આપણે હમેશા જાગૃત રહેવું જોઈએ કે "આપણને આ તક મળી છે, મનુષ્ય જીવન. ચાલો તેનો પૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને ભગવદ ધામ જવા માટે યોગ્ય બનીએ." તે બુદ્ધિ છે. એવું નહીં કે "ઠીક છે, મને આગલા જન્મમાં ફરીથી તક મળશે." તે બહુ સારી નીતિ નથી. તુર્ણમ. તુર્ણમ મતલબ બહુ જ ઝડપથી સમાપ્તિ. તુર્ણમ યતેત અનુમૃત્યુમ પતેદ યાવત (શ્રી.ભા. ૧૧.૯.૨૯). (માણસો કે જે સામેના મકાનમાં કરાટેનો અભ્યાસ કરે છે તેનો ધ્વનિ આખા ઓરડાના વાર્તાલાપમાં પ્રવેશ કરે છે) આ લોકો સમયનો બગાડ કરી રહ્યા છે, જેમ કે તેઓ હમેશ માટે જીવવાના છે (મંદ હાસ્ય કરે છે) આનો ઉપયોગ શું છે આ કરા....? કરા?

જયતિર્થ: કરાટે.

પ્રભુપાદ: કરાટે. તે મેક્સિકોમાં બહુ જ પ્રખ્યાત છે.

જયતિર્થ: દરેક જગ્યાએ.

પ્રભુપાદ: પણ શું તે પદ્ધતિ મૃત્યુમાથી બચાવશે? જ્યારે મૃત્યુ આવશે, શું તે ધ્વનિ "ગો!" (હાસ્ય) તેમને બચાવશે? આ મૂર્ખતા છે. હરે કૃષ્ણ જપ કરવાને બદલે, તેઓ કોઈ ધ્વનિ બોલી રહ્યા છે, વિચારીને કે આ ધ્વનિ તેમને બચાવશે. આ મૂર્ખતા છે, મૂઢ. (કરાટે માણસો બહુ જ મોટેથી બૂમો પાડવાનું શરૂ કરે છે; ભક્તો હસે છે) પિશાચી પાઈલે જને મતિ ચ્છન્ન હય (પ્રેમ વિવર્ત). અને જો તમે તેમને પૂછો કે "તમે આટલું મોટેથી કેમ બૂમો પાડો છો? હરે કૃષ્ણ જપ કરો," તે લોકો હસશે. (મંદ હાસ્ય કરે છે)

વિષ્ણુજન: શ્રીલ પ્રભુપાદ, ભક્તિવિનોદ ઠાકુરનો મતલબ શું હતો જ્યારે તેમણે કહ્યું, "હું જાઉં છું, મારૂ કાર્ય અધૂરું મૂકીને"?

પ્રભુપાદ: હમ્મ?

વિષ્ણુજન: જ્યારે ભક્તિવિનોદ ઠાકુરે કહ્યું કે તેઓ આ ગ્રહ છોડીને જતાં હતા તેમનું કાર્ય અધૂરું મૂકીને?

પ્રભુપાદ: તો ચાલો સમાપ્ત કરીએ. આપણે ભક્તિવિનોદ ઠાકુરના વંશજો છીએ. તો તેમણે અધૂરું મૂક્યું જેથી આપણને તે સમાપ્ત કરવાનો અવસર મળે. તે તેમની કૃપા છે. તેઓ તરત જ સમાપ્ત કરી શકતા હતા. તેઓ એક વૈષ્ણવ છે; તેઓ સર્વ-શક્તિમાન છે. પણ તેમણે આપણને તક આપી કે "તમે મૂર્ખ લોકો, તમે પણ કાર્ય કરો." તે તેમની કૃપા છે.