GU/Prabhupada 1016 - ભાગવતમ કહે છે કે દરેક વસ્તુનો મૂળ સ્ત્રોત સંવેદનશીલ છે. સચેત720200 - Lecture SB 01.01.01 - Los Angeles

મારી ઈચ્છા પ્રમાણે, મે આ શરીર ઉત્પન્ન કયું છે. પણ જોકે હું મારા શરીર હોવાનો દાવો કરું છું, હું જાણતો નથી કે શરીર કેવી રીતે કામ કરે છે. તે હું જાણતો નથી. હું મારા વાળ કાપુ છું, પણ હું જાણતો નથી કે કેવી રીતે વાળ ફરીથી ઊગી જાય છે. હું મારા નખ કાપુ છું. પણ હું જાણતો નથી, અંદર શું કાર્ય થાય છે, જેથી નખ અને વાળને કાપ્યા પછી પણ, ફરીથી તે ઊગે છે. હું ખાઉ છું, હું જાણું છું, કારણકે હું કઈ નોંધપાત્ર ખાઉ છું, તે મારા પેટમાં અલગ પ્રકારના સ્ત્રાવોમાં પરિવર્તિત થાય છે, અને સ્ત્રાવોનું વિતરણ થાય છે. મે કોઈ ડોક્ટર કે તબીબી વિજ્ઞાન પાસેથી જાણ્યું છે, પણ જ્યાં સુધી મારો પ્રશ્ન છે, હું જાણતો નથી કે કેવી રીતે મારૂ ભોજન લોહીમાં પરિવર્તિત થાય છે. કેવી રીતે લોહી મારા શરીરમાં અલગ અલગ ભાગોમાં વિતરિત થાય છે, અને પછી મને ફરીથી શક્તિ મળે છે. વાસ્તવમાં હું જાણતો નથી.

પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, તેઓ જાણે છે, પરોક્ષ અને પ્રત્યક્ષ, બંને, કેવી રીતે આ ભૌતિક સૃષ્ટિ કામ કરી રહી છે. તેઓ બધુ જ જાણે છે. કેવી રીતે સૂર્યોદય થાય છે. કેવી રીતે ચંદ્રોદય થાય છે. કેવી રીતે સમુદ્રો સ્થિર છે. તે જમીનમાં પ્રવેશ નથી કરી રહ્યા. આટલો વિશાળ મહાસાગર - તે તરત જ કોઈ પણ શહેર અથવા ભૂમિને એક સેકંડમાં ડૂબાડી શકે. પણ તે તેવું નથી કરતો. તો નિર્દેશ છે. તેથી ભાગવતમ કહે છે કે દરેક વસ્તુનો મૂળ સ્ત્રોત સંવેદનશીલ છે. સચેત. અને ચેતનાથી તેઓ બધુ નિયંત્રણ કરી રહ્યા છે. "અન્વયાદ ઇતરતશ ચાર્થેશુ અભિજ્ઞ:" (શ્રી.ભા. ૧.૧.૧). 'અભિજ્ઞ:' મતલબ પૂર્ણ રીતે જાણકાર.

આગલો પ્રશ્ન ઊભો થઈ શકે, કે તેઓ ક્યાથી જ્ઞાન મેળવે છે? તેઓ મૂળ છે. કારણકે આપણને તે ખ્યાલ છે કે કોઈ પણ જીવ, તે બીજા પાસેથી જ્ઞાન મેળવે છે. જેમ કે અમને અમારા ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું. મારા શિષ્યો મારી પાસેથી જ્ઞાન મેળવે છે, તો તેમનું જ્ઞાન બીજા કોઈ દ્વારા અપાયેલું છે. તેને એક સ્ત્રોત છે. પણ, જો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મૂળ છે, કેવી રીતે તેમની પાસે આ સર્જન, પાલનનું જ્ઞાન આવ્યું? જવાબ છે 'સ્વરાટ'. તેમણે કોઇની પાસેથી જ્ઞાન નથી લીધું. તેઓ આત્મ-નિર્ભર છે, પોતેજ, જ્ઞાનમાં. તે ભગવાનનો સ્વભાવ છે. તેમણે કોઈ ચડિયાતા વ્યક્તિ પાસેથી જ્ઞાન નથી મેળવવાનું, કારણકે ભગવાનથી ચડિયાતું કોઈ હોઈ જ ના શકે. કે ન તો ભગવાનની સમાન. "અસમોર્ધ્વ". કોઈ તેમની સમાન નથી. કોઈ તેમનાથી મહાન નથી.

હવે આપણને અનુભવ છે કે પ્રથમ જીવ, આ બ્રહ્માણ્ડમાં, બ્રહ્માજી છે. તો, તેમને પણ બીજાની મદદ વગર જ્ઞાન મળ્યું, કારણકે... તેઓ પ્રથમ જીવ છે. તો બીજું કોઈ જીવ ન હતું, તો કેવી રીતે તેમને જ્ઞાન મળ્યું? તો શું તેનો મતલબ એવો છે કે મૂળ સ્ત્રોત બ્રહ્માજી છે? લોકો પ્રશ્ન પૂછી શકે છે, પણ ભાગવતમ કહે છે ના. તેઓ આ બ્રહ્માણ્ડના મૂળ સ્ત્રોત છે, તે ઠીક છે, પણ તેઓ પણ એક સર્જિત જીવ છે. કારણકે સૃષ્ટિનું સર્જન ભગવાન, પરમ, દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ સર્જન પછી બ્રહ્માનું સર્જન થયું. તેથી તેઓ સર્જિત જીવ છે. બ્રહ્માણ્ડના સર્જન પછી. અને કારણકે ભગવાન, અથવા પરમ ભગવાન... તેઓ રચયિતા છે, તો તેઓ સર્જિત વસ્તુઓમાથી એક નથી. તેઓ સર્જનકર્તા છે પણ તેમનું સર્જન નથી થયું. પણ બ્રહ્માનું સર્જન થયું છે. તેથી તેઓ (બ્રહ્માજી) પરમ સર્જનકર્તા, કે જેઓ સ્વતંત્ર છે, તેમની પાસેથી જ્ઞાન મેળવે છે.