GU/Prabhupada 1024 - જો તમે આ બે સિદ્ધાંતોનું પાલન કરશો, કૃષ્ણ તમારી પકડમાં હશે



730408 - Lecture SB 01.14.44 - New York

પ્રભુપાદ: તો ક્યારેક ઓછા બુદ્ધિશાળી વર્ગોના માણસો માટે છેતરપિંડી જરૂરી હોય છે. પણ આપણે છેતરતા નથીઃ. આપણે બહુ સરળ છીએ. શા માટે આપણે છેતરવું જોઈએ? કૃષ્ણ કહે છે,

મન્મના ભવ મદભક્તો
મદ્યાજી મામ નમસ્કુરુ
(ભ.ગી. ૧૮.૬૫)

તો અમે કહીએ છીએ, "કૃપા કરીને અહી આવો. અહી કૃષ્ણ છે, અને તમે ફક્ત તેમના વિશે વિચારો." મુશ્કેલી શું છે? અહી રાધા કૃષ્ણ છે, અને જો તમે રોજ જોશો, સ્વાભાવિક રીતે તમારા મનમાં રાધા અને કૃષ્ણની છબી આવશે. તો કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ, તમે રાધાકૃષ્ણ વિશે વિચારી શકો છો. મુશ્કેલી શું છે? મન્મના. તમે હરે કૃષ્ણ જપ કરો. જેવુ તમે જપ કરો છો "કૃષ્ણ," તરત જ તમે મંદિરમાંના કૃષ્ણરૂપને યાદ કરો છો, નામરૂપ. પછી તમે કૃષ્ણ વિશે સાંભળો છો; તમે યાદ કરો છો તેમના ગુણો, તેમના કાર્યો, નામ, રૂપ, લીલા, પરિકર, વસિષ્ઠ. આ રીતે આ, આ... તમે અભ્યાસ કરી શકો છો. મુશ્કેલી ક્યાં છે? આ અભ્યાસની શરૂઆત છે. વાસ્તવમાં કૃષ્ણ છે, પણ કારણકે મારી પાસે કૃષ્ણને જોવા માટે કોઈ આંખો નથી, હું વિચારું છું, "અહી છે... કૃષ્ણ ક્યાં છે? તે પથ્થર છે, એક પૂતળું." પણ તે જાણતો નથી કે પથ્થર પણ કૃષ્ણ છે. પથ્થર પણ કૃષ્ણ છે. પાણી પણ કૃષ્ણ છે. પૃથ્વી પણ કૃષ્ણ છે. હવા પણ કૃષ્ણ છે. કૃષ્ણ વગર, કોઈ બીજું અસ્તિત્વ નથી. ભક્ત તે જોઈ શકે છે. તેથી, જ્યારે તે એક પથ્થર પણ જુએ છે, તે કૃષ્ણને જુએ છે. અહી નાસ્તિક કહેશે કે "તમે પથ્થરની પૂજા કરી રહ્યા છો." પણ તે લોકો પથ્થરની પૂજા નથી કરી રહ્યા; તે લોકો કૃષ્ણની પૂજા કરી રહ્યા છે, કારણકે તેઓ જાણે છે કે કૃષ્ણ સિવાય બીજું કશું છે જ નહીં. પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન (બ્ર.સં. ૫.૩૮). તે સ્તર પર આપણે આવવું પડે. તમે કેવી રીતે કહી શકો કે પથ્થર કૃષ્ણ નથી? કૃષ્ણ કહે છે... કૃષ્ણ જેમ કહે છે તેમ તમારે કૃષ્ણને સમજવા પડે.

તો કૃષ્ણ કહે છે ભગવદ ગીતામાં,

ભૂમિર અપો અનલો વાયુ:
ખમ મનો બુદ્ધિર એવ ચ
ભિન્ના પ્રકૃતિર અષ્ટધા
(ભ.ગી. ૭.૪)

"તે મારી છે." જેમ કે હું બોલી રહ્યો છું. હું બોલી રહ્યો છું, તે રેકોર્ડ થઈ રહ્યું છે, અને આપણે ફરીથી વગાડીશું. તે જ ધ્વનિ આવશે. અને જો તમે જાણો કે "અહી આપણા ગુરુ છે..." પણ હું ત્યાં નથી. ધ્વનિ હવે મારાથી અલગ છે. ભિન્ના. ભિન્ના મતલબ "અલગ." પણ, જેવુ રેકોર્ડ વગાડવામાં આવે, દરેક વ્યક્તિ જાણશે, "અહી ભક્તિવેદાંત સ્વામી છે." જો તમે જાણો. તો તેને શિક્ષાની જરૂર છે. તે કૃષ્ણ.... (તોડ)

તો, યે યથા મામ (ભ.ગી. ૪.૧૧)... જેટલું તમે પોતાને કૃષ્ણની સેવામાં પ્રવૃત્ત કરો, તેટલું વધુ તમે કૃષ્ણનો સાક્ષાત્કાર કરી શકશો.

સેવોન્મુખે હી જિહવાદૌ
સ્વયમ એવ સ્ફુરતી અદ:
(ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬)

તો આપણી વિધિ બહુ જ સરળ છે. ફક્ત તમારી જીભને પ્રવૃત્ત કરો. બધી જ ઇન્દ્રિયોને બાજુ પર મૂકી દો. જીભ બહુ જ બળવાન છે. અને જીભ આપણી સૌથી કડવી શત્રુ છે, અને જીભ તમારો ઘનિષ્ઠ શત્રુ પણ હોઈ શકે છે. આ જીભ. તેથી શાસ્ત્ર કહે છે કે સેવોન્મુખે હી જિહવાદૌ: ફક્ત તમારી જીભને ભગવાનની સેવામાં જોડો, અને તેઓ પોતાને પ્રકટ કરશે. બહુ સરસ. હવે શું, આપણે જીભ સાથે શું કરીએ? આપણે બોલીએ છીએ: કૃષ્ણ વિશે બોલીએ. આપણે ગાઈએ છીએ: કૃષ્ણ કીર્તન. આપણે ખાઈએ છીએ: સ્વાદ, કૃષ્ણ પ્રસાદ ખાઈએ છીએ. તમે કૃષ્ણને સમજશો. કોઈ પણ મૂર્ખ વ્યક્તિ, કોઈ પણ અશિક્ષિત, અથવા જીવનની કોઈ પણ અવસ્થામાં, તમે તમારી જીભને કૃષ્ણની સેવામાં ઉપયોગમાં લઈ શકો. એવું કશું ના ખાઓ જે કૃષ્ણે ખાધું ના હોય - તમારી જીભ તમારી સૌથી ઘનિષ્ઠ મિત્ર બની જશે. અને કૃષ્ણ સિવાય બીજી કોઈ વાત ના કરો. જો તમે આ બે સિદ્ધાંતોનું પાલન કરશો, કૃષ્ણ તમારી પકડમાં હશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય, હરિબોલ.