GU/Prabhupada 1033 - ઈશુ ખ્રિસ્ત ભગવાનના પુત્ર છે, ભગવાનના શ્રેષ્ઠ પુત્ર, તો અમને તેમના માટે સંપૂર્ણ આદર છે



740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne

મહેમાન (૩): કેવી રીતે તમે ઈશુ ખ્રિસ્તને જોશો?

પ્રભુપાદ: હમ્મ?

મધુદ્વિષ: ઈશુ ખ્રિસ્ત વિશે આપણો દ્રષ્ટિકોણ શું છે?

પ્રભુપાદ: ઈશુ ખ્રિસ્ત, પ્રભુ ઈશુ ખ્રિસ્ત છે... તેઓ ભગવાનના પુત્ર છે, ભગવાનના શ્રેષ્ઠ પુત્ર, તો અમને તેમના માટે સંપૂર્ણ આદર છે. હા. જે પણ વ્યક્તિ લોકોને ભગવદ ભાવનામૃત વિશે શીખવાડતું હોય, તે અમારા માટે આદરણીય છે. તેનો ફરક નથી પડતો કયા દેશમાં, કયા વાતાવરણમાં, તે પ્રચાર કરી રહ્યા હતા. તેનો ફરક નથી પડતો.

મધુદ્વિષ: હા, શ્રીમાન?

મહેમાન (૪): સેંટ ફ્રાંસિસ ઓફ આસીસીએ સ્થાપના કરી અમારા (અસ્પષ્ટ) સિદ્ધાંત (અસ્પષ્ટ), ભગવાન માટે પદાર્થનો ઉપયોગ કરીને, અને સેંટ ફ્રાંસિસ કહેતા હતા "ભાઈ કૂતરો" અને બહેન બિલાડી" અને "બહેન પાણી" અને "ભાઈ પવન." તમે સેંટ ફ્રાંસિસના કહેવા વિશે અને સિદ્ધાંત વિશે શું વિચારો છો?

મધુદ્વિષ: (પ્રશ્નનું પુનરાવર્તના કરતાં) સેંટ ફ્રાંસિસ, આ ચોક્કસ અજ્ઞાના સંસ્થાપક જેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા બોલવા માટે, તેમણે ભૌતિક જગતમાં ભગવાનને જોયા. અને તે ભૌતિક જગતની વસ્તુઓને "ભાઈ" અને "બહેન" તરીકે સંબોધતા હતા. "ભાઈ વૃક્ષ," "બહેન પાણી," તે રીતે. તમારો તેના વિશે શું દ્રષ્ટિકોણ છે?

પ્રભુપાદ: આ સાચી ભગવદ ભાવના છે. આ સાચી ભગવદ ભાવના છે, હા, એવું નહીં કે "હું ભગવદ ભાવનાભાવિત છું, અને હું પ્રાણીઓને મારુ છું." તે ભગવદ ભાવના નથી. વૃક્ષો, વનસ્પતિઓ, નીચલા પ્રાણીઓ, તુચ્છ કીડીને ભાઈ તરીકે સ્વીકારવું... સમ: સર્વેશુ ભૂતેશુ. આ ભગવદ ગીતામાં સમજાવેલું છે. બ્રહ્મ ભૂત: પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ: સર્વેશુ ભૂતેશુ (ભ.ગી. ૧૮.૫૪). સમ: સમ: મતલબ દરેક જીવો પ્રત્યે એક સમાન, આત્માને જોવું, દરેકમાં... તેનો ફરક નથી પડતો કે તે માણસ છે કે બિલાડી કે કૂતરો કે વૃક્ષ કે કીડી કે જીવાણુ કે મોટો માણસ. તે બધા ભગવાનના અંશ છે. તેમણે ફક્ત અલગ વસ્ત્રો પહેરેલા છે. એકને વૃક્ષનું વસ્ત્ર છે; એકને રાજાનું વસ્ત્ર છે; એક ને કીડાનું વસ્ત્ર છે. તે ભગવદ ગીતામાં પણ સમજાવેલું છે. પંડિતા: સમ દર્શિન: (ભ.ગી. ૫.૧૮)" "જે પંડિત છે, શિક્ષિત, તેની દ્રષ્ટિ એક સમાન હોય છે." તો જો સેંટ ફ્રાંસિસ તેવું વિચારતા હતા, તે આધ્યાત્મિક સમજણનું સર્વોચ્ચ સ્તર છે.