GU/Prabhupada 1047 - તેણે કોઈ ખોટું કાર્ય લીધું છે અને તેના માટે સખત પરિશ્રમ કરી રહ્યો છે, તેથી તે એક ગધેડો છે



750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia

તો આપણે નક્કી કરવું પડે, આ મનુષ્ય જીવન. પણ જો તમારી પાસે કોઈ માહિતી નથી કે "હવે મને પછીનું શરીર કયા પ્રકારનું મળશે," જો તમે વિશ્વાસ નથી કરતાં... તમે વિશ્વાસ કરો કે ના કરો, તેનો ફરક નથી પડતો; પ્રકૃતિનો નિયમ કામ કરશે. જો તમે કહો, "હું આગલા જીવનમાં વિશ્વાસ નથી કરતો," તમે તેવું કહી શકો છો, પણ પ્રકૃતિનો નિયમ કામ કરશે. કર્મણા દૈવ નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧). જેમ તમે કાર્ય કરી રહ્યા છો, તે પ્રમાણે, તમે તમારું આગલું શરીર બનાવી રહ્યા છો. તો મૃત્યુ પછી - મૃત્યુ પછી મતલબ જ્યારે આ શરીર સમાપ્ત થઈ -જશે - ત્યારે તમે તરત જ બીજું શરીર મેળવો છો, કારણકે તમે પહેલેથી જ કાર્યક્ષેત્ર બનાવી લીધું છે, કયા પ્રકારનું શરીર તમે મેળવશો.

તો આ માણસ, અજામિલ, પ્રવૃત્ત હતો તેના બાળકની બહુ સારી સંભાળ રાખવામા, અને આખું મન બાળકમાં લીન હતું. તેથી... (કોઈ ટિપ્પણી કરે છે) (બાજુમાં:) પરેશાન ના કરો. તેથી તેનું અહી વર્ણન કરવામાં આવ્યું છે મૂઢ તરીકે. અહી તે કહ્યું છે ભોજયન પાયયન મૂઢ: આપણે ભૂલી જઈએ છીએ કે કોઈ દિવસ આવી રહ્યો છે. તે આગળ છે. તેને મૃત્યુ કહેવાય છે. આપણે તે ભૂલી જઈએ છીએ. તે આપણી અપૂર્ણતા છે. તો આ માણસ ભૂલી ગયો કે તે એક પ્રેમાળ પિતા કે પ્રેમાળ પતિ તરીકે બહુ જ વ્યસ્ત હતો. અથવા બીજું કઈ પણ. મારે ઘણા બધા સંબંધો હોય છે. પ્રેમાળ મિત્ર તરીકે અથવા ઈર્ષાળુ શત્રુ તરીકે, આપણે કોઈ સંબંધ હોય છે. દરેક વ્યક્તિ, આ દુનિયાની સાથે, આપણે કોઈ સંબંધ હોય છે, ભલે તે પ્રેમનો હોય કે ઈર્ષાનો; તેનો ફરક નથી પડતો. તો આ રીતે આપણે જીવી રહ્યા છીએ, ભૂલીને કે મૃત્યુ આગળ છે. તેથી આપણે મૂઢ છીએ.

મૂઢ મતલબ ધૂર્ત, ગધેડો, જે જાણતો નથી કે વાસ્તવિક હિત શું છે. જેમ કે ગધેડો. ગધેડો,... મૂઢ મતલબ ગધેડો. ગધેડો તેનું પોતાનું હિત જાણતો નથી. આપણે જોયું છે કે ધોબી ગધેડા ઉપર ત્રણ ટન કપડાનો ભાર આપે છે, અને તે જઈ નથી શકતો; છતાં, તેણે તે કરવું પડે છે. અને તે જાણતો નથી કે "હું આટલા બધા ટનના કપડાં મારી પીઠ પર ઊંચકું છું, અને મને તેમાં શું રસ છે? એક કપડું પણ મારુ નથી." તો ગધેડાને આવી કોઈ બુદ્ધિ નથી. ગધેડો મતલબ તેને આવી કોઈ બુદ્ધિ નથી. તે વિચારે છે, "તે મારુ કર્તવ્ય છે. મારા પર ઘણા બધા કપડાંનો ભાર લેવો, તે મારૂ કર્તવ્ય છે." શા માટે તેનું કર્તવ્ય? હવે, "કારણકે ધોબી તમને ઘાસ આપે છે." તો તેની પાસે કોઈ બુદ્ધિ નથી કે "ઘાસ મને કોઈ પણ જગ્યાએ મળી શકે છે. શા માટે મારે આ કાર્ય કરવું?" આ છે... દરેક વ્યક્તિ તેના કાર્ય વિશે ચિંતિત છે. કોઈ વ્યક્તિ રાજનેતા છે, કોઈ વ્યક્તિ ગૃહસ્થ છે, કોઈ વ્યક્તિ બીજું કઈ. પણ કારણકે તેણે કોઈ ખોટું કાર્ય લીધું છે અને તેના માટે સખત પરિશ્રમ કરી રહ્યો છે, તેથી તે એક ગધેડો છે. તે તેનું સાચું કાર્ય ભૂલી રહ્યો છે. સાચું કાર્ય છે કે મૃત્યુ આવશે. તે મને છોડશે નહીં. દરેક વ્યક્તિ કહે છે, "મૃત્યુ જેટલું જ પાકું." હવે, મૃત્યુ પહેલા, મારે તેવી રીતે કામ કરવું પડે કે મને વૈકુંઠમાં, વૃંદાવનમાં સ્થાન પ્રાપ્ત થઈ શકે, અને મારી પાસે કૃષ્ણ સાથે જીવવાનું કાયમી જીવન હોય. આ આપણું સાચું કાર્ય છે. પણ આપણે તે જાણતા નથી. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧).