GU/Prabhupada 1052 - માયાની અસર હેઠળ આપણે વિચારીએ છીએ કે 'આ મારી સંપત્તિ છે'



750522 - Conversation B - Melbourne

મધુદ્વિષ: ... આપણા એક બહુ જ પ્રિય મિત્ર, રેમંડ લોપેઝ. તે એક વકીલ છે અને એક મુલાકાતી જેણે આપણને જબરદસ્ત મદદ કરી છે, અમુક કાયદાકીય બાબતોમાં કે જે આપણને અહી મેલબોર્નમાં થઈ હતી. અને આ છે શ્રીમાન વોલી સ્ટ્રોબ્સ, તેમણે પણ આપણને મદદ કરી છે અને આપણને સારું માર્ગદર્શન આપ્યું છે. અને આ છે બોબ બોર્ન, તે એક ફોટોગ્રાફર છે જેમણે... તેમણે અર્ચવિગ્રહના સુંદર ફોટા લીધા છે જે હું માયાપુર તહેવારમાં લાવ્યો હતો.

પ્રભુપાદ: ઓહ, હા.

મધુદ્વિષ: બહુ જ સરસ. તો તેમણે આપણા માટે ઘણા ફોટોગ્રાફ લીધા છે. અને આપણે વિશેષ કરીને વોલી અને રેમંડના ખૂબ આભારી છીએ આપણને સારું માર્ગદર્શન આપવા માટે પોલીસ સાથેના આપણા વ્યવહારોમાં. અને ત્રણ વર્ષ પહેલા આપણને એક કિસ્સો બન્યો હતો, જ્યારે અમુક છોકરાઓ થોડા ઉત્સાહી હતા રથયાત્રા તહેવાર વિશે, અને તેઓ બહાર ગયા અને ઘણા ફૂલો ગેરકાયદેસર રીતે ઉઠાવ્યા. તો તે લોકો પકડાઈ ગયા.

પ્રભુપાદ: ગેરકાયદેસર? ક્યાં? બગીચામાં?

મધુદ્વિષ: ના. એક ફૂલો-ઉગાડતી નર્સરીમાં.

પ્રભુપાદ: ઓહ.

મધુદ્વિષ: તો તેઓ પકડાઈ ગયા હતા. પણ કૃષ્ણની કૃપાથી રેમંડ તેમને મુક્ત કરી શક્યા હતા. પણ તેણે આપણને એક સારો પાઠ શીખવાડયો.

રેમંડ લોપેઝ: વાસ્તવમાં, મને લાગે છે કે તેમને ખોટા લોકો હતા.

પ્રભુપાદ: દક્ષિણ ભારતમાં એક મહાન ભક્ત હતો. તે એક ખજાનચી અધિકારી હતો. તો તેણે ખજાનામાથી ધન લીધું અને બહુ જ સુંદર મંદિર બાંધ્યું. (હાસ્ય) હા. પછીથી, તે પકડાઈ ગયો, અને તેને નવાબ દ્વારા જેલમાં મૂકવામાં આવ્યો. તે વખતે મુસ્લિમ રાજા, નવાબ, તેણે સ્વપ્નમાં જોયું કે બે બાળકો, બહુ જ સુંદર, તે નવાબ પાસે આવ્યા: "શ્રીમાન, જે કઈ પણ ધન લઈ લેવામાં આવ્યું છે, તમે મારી પાસેથી લઈ શકો છો અને તેમને છોડી દો." તો નવાબે કહ્યું, "જો મને મારુ ધન મળે, હું તેને છોડી શકું." પછી, જ્યારે તેનું સ્વપ્ન તૂટી ગયું, તેણે ભોંય પર ધન જોયું, અને ત્યાં કોઈ હતું નહીં. પછી તે સમજી ગયો કે તે મહાન ભક્ત હતો. તેણે તરત જ તેને બોલાવ્યો, કે "તું મુક્ત છું, અને તું આ ધન પણ લઈ લે. જે પણ તે લઈ લીધું છે, તે ઠીક છે. અને હવે આ ધન પણ તું લઈ લે. તું જેમ ઈચ્છા હોય તેમ વાપર." તો ભક્તો ક્યારેક તેવું કરે છે. વાસ્તવમાં, કોઈ પણ વસ્તુ ખાનગી સંપત્તિ નથી. તે આપણો સિદ્ધાંત છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ (ઇશોપનિષદ ૧): "દરેક વસ્તુ ભગવાનની છે." તે હકીકત છે. માયાની અસર હેઠળ આપણે વિચારીએ છીએ કે "આ મારી સંપત્તિ છે'." જેમ કે આ પલંગ છે. ક્યાથી આ લાકડું આવ્યું? કોઈએ લાકડું ઉત્પન્ન કર્યું છે? કોણે ઉત્પન્ન કર્યું? તે ભગવાનની સંપત્તિ છે. ઊલટું, આપણે ભગવાનની સંપત્તિની ચોરી કરી છે અને દાવો કરીએ છીએ, "મારી સંપત્તિ." પછી ઓસ્ટ્રેલિયા. અંગ્રેજો અહી આવ્યા, પણ શું તે અંગ્રેજોની સંપત્તિ છે? તે હતું. અમેરિકા, તે ત્યાં હતું. અને જ્યારે બધુ જ સમાપ્ત થઈ જશે, તે ત્યાં જ રહેશે. વચમાં આપણે આવીએ છીએ અને દાવો કરીએ છીએ, "તે મારી સંપત્તિ છે," અને લડીએ છીએ. શું તે નથી? તમે એક વકીલ છો, તમે વધુ સારો ન્યાય કરી શકો છો.

વોલી સ્ટ્રોબ્સ: તે જ દલીલ હતી જે તેણે વાપરેલી.

રેમંડ લોપેઝ: ના, તે હતું (અસ્પષ્ટ). (હાસ્ય)

પ્રભુપાદ: મૂળ રૂપે, દરેક વસ્તુ ભગવાનની છે. તો શા માટે તેઓ દાવો કરે હે, "તે મારી સંપત્તિ છે"? ધારોકે તમે અહી આવ્યા છો. તમે એક કલાક, બે કલાક બેસો, અને જો તમે દાવો કરો, "તે મારી સંપત્તિ છે," શું તે બહુ સારો ન્યાય છે? તમે બહારથી અહી આવ્યા છો, તમને અહી બે કલાક બેસવાની અનુમતિ આપવામાં આવી, અને જો તમે દાવો કરો, "આ મારી સંપત્તિ છે..." તેવી જ રીતે, આપણે અહી છીએ. આપણે ક્યાં તો અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા અથવા ભારતમાં જન્મ લઈએ છીએ, અને પચાસ, સાઇઠ અથવા એકસો વર્ષ માટે રહીએ છીએ, અને શા માટે હું દાવો કરું, "તે મારી સંપત્તિ છે"?