GU/Prabhupada 1054 - વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની, વિદ્વાનો - બધા નાસ્તિક750522 - Conversation B - Melbourne

પ્રભુપાદ: તો આ યુનાઇટેડ નેશન (સંયુક્ત રાષ્ટ્ર) એક નિષ્ફળતા છે, અને તે નિષ્ફળતા જ રહેશે કારણે કોઈ ભગવદ ભાવના નથી.

બોબ બોર્ન: મને લાગતું નથી કે તે જરૂરી હોય કે તે નિષ્ફળ જશે.

પ્રભુપાદ: હમ્મ?

બોબ બોર્ન: મને લાગતું નથી કે તે જરૂરી હોય કે તે નિષ્ફળ જશે. મને નથી લાગતું...મને લાગે છે કે વસ્તુઓ બદલાઈ રહી છે, ચોક્કસ, આખી દુનિયામાં. તે લોકો કયો રસ્તો લેશે તેના પર આધારિત છે.

પ્રભુપાદ: ના, શું બદલાઈ રહ્યું છે? તેઓ ફરીથી યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. બદલાવ ક્યાં છે? એક થોડીક ઉશ્કેરણી, અને યુદ્ધ હશે.

રેમંડ લોપેઝ: હા, પણ લોકો હવે બદલાઈ રહ્યા છે. તમને નવા લોકો મળી રહ્યા છે, જે વર્ષોમાં પહેલી વાર, જાણકાર બની રહ્યા છે અને તેમના પોતાના નગરથી બહારની વસ્તુઓમાં રુચિ લઈ રહ્યા છે, તેમના પોતાના રાજ્યની બહારની વસ્તુઓમાં અને બીજું જે કઈ પણ હોય. યુવાન લોકો ગરીબી વસ્તુઓમાં રુચિ લઈ રહ્યા છે. તે લોકો બાંગ્લાદેશ અને તેવી વસ્તુઓમાં રુચિ લઈ રહ્યા છે. તે સારું છે. પણ હજુ પણ લોકોનો મોટો ભાગ એવો છે જેમને ખ્યાલ છે "હું ઠીક છું, અને હું પોતાનું જોઈશ," આખા ચિત્રને ગણકાર્યા વગર. અને હું વિચારું છું કે જ્યાં સુધી અલગ અલગ ધારણાઓ હશે, વિભિન્ન માન્યતાઓ, તે લોકો માટે બહુ જ મુશ્કેલ થવાનું છે જે તમે કહી રહ્યા છો.

પ્રભુપાદ: હા, સૌ પ્રથમ તેનું એકત્રીકરણ થવું જોઈએ. તે... પહેલી વસ્તુ છે કે દરેક વ્યક્તિ આશ્વસ્ત હોવો જોઈએ અથવા સમજવો જોઈએ સ્પષ્ટ રીતે કે બધી વસ્તુ ભગવાનની છે. પણ તેમને ભગવાનનો ખ્યાલ સુદ્ધાં નથી. તે છે... આખો માનવ સમાજ, વર્તમાન સમયે, મોટાભાગનો, તેઓ નાસ્તિક છે, વિશેષ કરીને સામ્યવાદી. તેઓ કદર નથી કરતાં. વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની, વિદ્વાનો - બધા નાસ્તિક છે. વૈજ્ઞાનિકોનું વિશેષ કાર્ય છે કેવી રીતે ભગવાનનો વિરોધ કરવો. તેઓ કહે છે, "વિજ્ઞાન જ બધુ છે. અમે વિજ્ઞાન દ્વારા બધુ જ કરી શકીએ છીએ. ભગવાનની કોઈ જરૂર નથી." હું?

વોલી સ્ટ્રોબ્સ: હું હવે એવું નથી વિચારતો. તેઓ ઘણા વધુ પ્રકાશિત છે.

પ્રભુપાદ: હવે વધુ નહીં?

વોલી સ્ટ્રોબ્સ: ઠીક છે, અમુક વર્તુળમાં, હા, હું વિચારું છું.

પ્રભુપાદ: પહેલા તે હતું જ નહીં, પણ જો તેઓ સમજી રહ્યા છે, તો તે બહુ સારું છે.

રેમંડ લોપેઝ: પણ તમે એવું ના કહી શકો કે વૈજ્ઞાનિકો તેવી રીતે કામ કરી રહ્યા છે જે ભગવાનની ઈચ્છાની વિરુદ્ધમાં છે.

પ્રભુપાદ: હા, તેઓ કહે છે. તેઓ કહે છે. ઓહ, હા. હું ઘણા વૈજ્ઞાનિકોને મળ્યો છું. તેઓ કહે છે કે "અમે બધો જ ઉકેલ વૈજ્ઞાનિક પ્રગતિથી લાવીશું. અમે લાવી જ ચૂક્યા છે." તેઓ તેવી કઈ કહે છે.

રેમંડ લોપેઝ: પણ તે એટલા માટે છે કારણકે...

પ્રભુપાદ: જેમ કે એક મોટો સિદ્ધાંત છે, રાસાયણિક સિદ્ધાંત. એક મોટો વૈજ્ઞાનિક... મોટો અથવા નાનો, તે જે પણ હોય, તેને નોબેલ પુરસ્કાર મળ્યો છે.

રેમંડ લોપેઝ: તે મધ્યમ કદનો છે. (હસતાં)

પ્રભુપાદ: હું?

રેમંડ લોપેઝ: તે મધ્યમ કદનો છે.

પ્રભુપાદ: હા. તે સિદ્ધાંત બનાવી રહ્યો છે કે જીવન રસાયણોમાથી આવ્યું છે, રાસાયણિક સંયોજનથી, રાસાયણિક ઉત્ક્રાંતિ. ડાર્વિનનો સિદ્ધાંત પણ તે જ છે. આ છે તેમનું... મોટા, મોટા વૈજ્ઞાનિકો, તેઓ એટલા મૂર્ખ છે કે જીવન પદાર્થમાથી આવ્યું છે. સાબિતી શું છે? તે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ભાષણ આપી રહ્યો હતો, અને એક વિદ્યાર્થી હતો, તે મારો શિષ્ય છે, તેણે તેને પડકાર આપ્યો કે "જો હું તમને રસાયણો આપું, શું તમે જીવન ઉત્પન્ન કરી શકો?" જવાબ હતો, "તે હું ના કહી શકું." શા માટે? તમે આ સિદ્ધાંત મૂકી રહ્યા છો, કે જીવન રસાયણમાથી આવે છે. તો વિજ્ઞાન મતલબ અવલોકન અને પ્રયોગ. હવે પ્રાયોગિક રીતે સાબિત કરો કે રસાયણોએ જીવન ઉત્પન્ન કર્યું છે.

રેમંડ લોપેઝ: તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. (હસે છે)

પ્રભુપાદ: તે બીજી મૂર્ખતા છે. જ્યારે તમે એક વકીલ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તેનો મતલબ તે નથી કે તમે વકીલ છો. જ્યારે તમે કાયદાના વિદ્યાર્થી હોવ તમે ના કહી શકો કે "હું વકીલ છું." તે તમે ના કહી શકો. તમે બનવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તે બીજી વસ્તુ છે. પણ જ્યારે તેઓ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ નેતાનું પદ ગ્રહણ કરી રહ્યા છે. તે ગેરમાર્ગે દોરે છે. તે શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલું છે, અંધા યથાન્ધૈર ઉપનિયમાના: (શ્રી.ભા. ૭.૫.૩૧): "એક આંધળો માણસ બીજા આંધળા માણસોનું નેતૃત્વ કરવાનો પ્રયત્ન કરે છે." આવા નેતૃત્વનો મતલબ શું છે? જો નેતા જ આંધળો હોય, કેવી રીતે તે બીજા આંધળા માણસોનું ભલું કરશે?

બોબ બોર્ન: બિથોવન બહેરો હતો.

પ્રભુપાદ: હમ્મ?

બોબ બોર્ન: બિથોવન બહેરો હતો.

પ્રભુપાદ: તે શું છે?

મધુદ્વિષ: બિથોવન, એક મોટો સંગીત નિર્માતા, તે બહેરો હતો.

બોબ બોર્ન: ઓછામાં ઓછું, તેના જીવનના એક ભાગ માટે.

રેમંડ લોપેઝ: પણ શું બીજાની ભલાઈ માટે ભલું કરવાવાળા લોકો ના હોઈ શકે?

પ્રભુપાદ: પણ તે જાણતો નથી કે સારું શું છે.

રેમંડ લોપેઝ: પણ અમુક વસ્તુઓ હોય છે...

પ્રભુપાદ: તેથી હું કહું છું આંધળા. તે જાણતો નથી કે સારું શું છે. સાચું ભલું છે ભગવાનને સમજવું. તે સાચી ભલાઈ છે.

રેમંડ લોપેઝ: પણ અમુક વસ્તુઓ હોય છે જે તમે નથી... જે સારી છે, તે તમે ફક્ત સારી તરીકે સ્વીકારી ના શકો. હવે, જો તમે એક વૃદ્ધાને જુઓ કે જેને ગાડીએ ટક્કર મારી છે, તમે જાઓ અને તેની મદદ કરો. હવે અમુક વસ્તુઓ તેમની રીતે સારી જ હોય છે, હું વિચારું છું, અને લોકો પ્રતિક્રિયા આપશે અને સારી વસ્તુ કરશે, ભલેને તેમને ભગવાનનો ખ્યાલ પણ ના હોય.

પ્રભુપાદ: ના. જ્યાં સુધી તમે સાચા સ્તર પર નથી, કેવી રીતે તમે ભલું કરી શકો? જેમ કે અમારા મધુદ્વિષ મહારાજે તમારો આભાર માન્યો. તેમણે અમુક સારા કાયદાકીય કાર્યો કર્યા છે. પણ જ્યાં સુધી તમે વકીલ ના હોવ, કેવી રીતે તમે કરી શકો? તમારે સારું કરવાનું મન તો છે, પણ જો તમે વકીલ નથી, કેવી રીતે તમે ભલું કરી શકો?

વોલી સ્ટ્રોબ્સ: પણ ઘણા બધા વકીલો હશે જે...

પ્રભુપાદ: ના, તે બીજી વસ્તુ છે. હું તમારી વાત કરું છું. જો વ્યક્તિ જાણતો નથી કે સારું શું છે, તો તે સારું કેવી રીતે કરશે? પહેલું કાર્ય છે કે તેણે જાણવું જ જોઈએ કે ભલું શું છે. પછી તે કઈ ભલું કરી શકે. નહિતો, વાંદરાની જેમ કુદવાનો શું અર્થ છે? તેણે જાણવું જ જોઈએ. કારણકે તમે વકીલ છો તમને ખબર છે કાયદા સાથે કામ કેવી રીતે લેવું, તમે ભલું કરી શકો. પણ એક સામાન્ય માણસ જે વકીલ નથી, કેવી રીતે તે ભલું કરી શકે? તો તેથી, જે પણ વ્યક્તિ પોતાને સમાજના નેતા તરીકે બતાવી રહ્યો છે કઈક ભલું કરવા, તેણે સૌ પ્રથમ જાણવું જ જોઈએ કે સારું શું છે.