GU/Prabhupada 1060 - જ્યાં સુધી વ્યક્તિ ભગવદ ગીતાને નમ્ર ભાવથી સ્વીકાર નથી કરતો...



660219-20 - Lecture BG Introduction - New York

સર્વમ એતદ ઋતમ મન્યે (ભ.ગી. ૧૦.૧૪). "હું સ્વીકારું છું, હું વિશ્વાસ કરું છું કે જે પણ તમે કહ્યું છે, તે બધું સત્ય છે. અને તમારું વ્યક્તિત્વ, ભગવાનનું વ્યક્તિત્વ, સમજવું ખૂબજ અઘરું છે. અને તેથી તમને દેવતાઓ પણ સમજી નથી શકતા. તમે દેવતાઓ દ્વારા પણ જણાઈ નથી શકતા." તેનો અર્થ છે કે પરમ ભગવાન મનુષ્યો કરતા પણ વધારે ઉન્નત જીવો દ્વારા પણ જણાઈ નથી શકાતા, અને કેવી રીતે એક મનુષ્ય શ્રી કૃષ્ણને સમજી શકે છે તેમના ભક્ત બન્યા વગર?

તેથી ભગવદ ગીતાનો સ્વીકાર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના ભાવથી થવો જોઈએ. વ્યક્તિએ તેમ ના સમજવું જોઈએ કે તે શ્રી કૃષ્ણની સાથે સમાન સ્તર પર છે, અને વ્યક્તિએ એમ પણ ના સમજવું જોઈએ કે તેઓ એક સામાન્ય વ્યક્તિ છે, કે કદાચ એક મહાન વ્યક્તિ છે. ના. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો ઓછામાં ઓછું આપણે સૈદ્ધાંતિક રૂપે, કે ભગવદ ગીતાના વાક્યોના આધારે, અથવા અર્જુનનાં કેહવા મુજબ, જે વ્યક્તિ ભગવદ ગીતાને સમજવાનો પ્રયત્ન કરે છે, આપણે શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના રૂપે સ્વીકાર કરવો જોઈએ, અને પછી, તે નમ્ર ભાવથી... જ્યા સુધી વ્યક્તિ ભગવદ ગીતાને આ નમ્ર ભાવથી શ્રવણ નથી કરતો, ભગવદ ગીતાને સમજવું ખૂબજ અઘરું છે, કારણકે તે એક મોટું રહસ્ય છે.

તો આ ભગવદ ગીતામાં... આપણે સર્વેક્ષણ કરી શકીએ છીએ આ ભગવદ ગીતા શું છે. આ ભગવદ ગીતા લોકોનાં ઉદ્ધાર માટે છે, લોકોનો આ ભૌતિક અસ્તિત્વનાં અંધકારથી ઉદ્ધાર કરવા માટે છે. દરેક માણસ કેટલી બધી રીતે મુશ્કેલીમાં છે, જેમ અર્જુન પણ મુશ્કેલીમાં હતો કુરુક્ષેત્રનું યુદ્ધ લડવા માટે. અને તે રીતે તે શ્રી કૃષ્ણને શરણાગત થઇ ગયો, અને તેથી આ ભગવદ ગીતા કહેવામા આવી. તેવી જ રીતે, અર્જુન જ નહીં, પણ આપણે દરેક વ્યક્તિ હમેશા ચિંતામાં છીએ, આ ભૌતિક અસ્તિત્વને કારણે. અસદ-ગ્રહાત. તે છે... આપણું અસ્તિત્વ આશાશ્વત વાતાવરણમાં છે. પણ, વાસ્તવમાં આપણે આશાશ્વત નથી. આપણું અસ્તિત્વ શાશ્વત છે, પણ એક રીતે કે બીજી રીતે આ અસતમાં પડી ગયા છે. અસત એટલે કે જે અસ્તિત્વમાં નથી.

હવે કેટલા બધા મનુષ્યોમાંથી જે વાસ્તવમાં જીજ્ઞાસા કરે છે તેની સ્થિતિ શું છે, કેમ તેને આ કષ્ટમય સ્થિતિમાં મૂકવામાં આવેલો છે... જ્યા સુધી વ્યક્તિ આ સ્થિતિ પ્રતિ જાગૃત નથી થતો, કે "હું કેમ કષ્ટ ભોગવી રહ્યો છું? મારે આ બધા કષ્ટો જોઈતા નથી. મે આ બધા કષ્ટોનો ઉકેલ લાવવાના પ્રયત્નો કર્યા છે, પણ હું નિષ્ફળ ગયો છું." જ્યા સુધી વ્યક્તિ તે અવસ્થામાં નથી, તેને એક પૂર્ણ મનુષ્ય ના કહી શકાય. માનવતા ત્યારે પ્રારંભ થાય છે જ્યારે આ પ્રકારનાં પ્રશ્નો વ્યક્તિના મનમાં ઉત્પન્ન થાય છે. બ્રહ્મ-સૂત્રમાં આ જીજ્ઞાસા ને બ્રહ્મ-જીજ્ઞાસા કેહવામાં આવી છે. અથાતો બ્રહ્મ જીજ્ઞાસા. અને માનવનું દરેક કાર્ય નિષ્ફળ માનવામાં આવશે જ્યા સુધી તેના મનમાં આ જીજ્ઞાસા નથી થતી. તો જે લોકોએ તેમના મનમાં આ જીજ્ઞાસા જાગૃત કરી છે કે "હું કોણ છું, હું કેમ કષ્ટ ભોગવી રહ્યો છું, હું ક્યાથી આવ્યો છું અને મૃત્યુ પછી હું ક્યા જઈશ," જ્યારે આ જિજ્ઞાસાઓ, એક ડાહ્યા મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે વ્યવહારિક રૂપે, ભગવદ-ગીતા સમજવા માટે એક પ્રામાણિક વિદ્યાર્થી છે. અને તે શ્રદ્ધાવાન હોવો જોઈએ. શ્રદ્ધાવાન. તેને સમ્માન હોવું જોઈએ, એક સમ્માનનો ભાવ હોવો જોઈએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રતિ. તેવો વ્યક્તિ, તેવો આદર્શ વ્યક્તિ અર્જુન હતો.