GU/Prabhupada 1062 - આપણી વૃત્તિ છે ભૌતિક પ્રકૃતિને નિયંત્રિત કરવાની660219-20 - Lecture BG Introduction - New York

તો આપણે, આપણે ભૂલ કરી છે. જ્યારે આપણે આ ભૌતિક પ્રકૃતિમાં અદ્ભુત વસ્તુઓને જોઈએ છીએ, ત્યારે આપણે જાણવું જોઈએ કે આ બધી અદ્ભુત વ્યક્ત-વસ્તુઓની પાછળ, એક નિયામક છે. કોઈ પણ વસ્તુ નિયંત્રિત થયા વગર પ્રકટ ના થઈ શકે. તે બાળપણ છે, જો આપણે નિયંત્રકને ના ગણકારીએ. જેમ કે એક બહુ જ સરસ મોટર ગાડી, તે બહુ સરસ ગતિથી દોડે છે, અને બહુ સરસ ઈજનેરી વ્યવસ્થાથી સજ્જ, શેરી ઉપર દોડે છે. એક બાળક એમ વિચારી શકે છે કે "આ મોટર ગાડી કેવી રીતે દોડે છે, કોઈ ઘોડા કે કોઈ ખેંચવાવાળાની મદદ વગર?" પણ એક ડાહ્યો માણસ, કે એક પુખ્ત વ્યક્તિ, તે જાણે છે કે તે મોટર ગાડીમાં ઘણી સરસ ઈજનેરી કળાનો પ્રયોગ થયો હવો છતાં, તે ચાલકના વગર ચાલી ના શકે. મોટર ગાડીની ઈજનેરી વ્યવસ્થા, કે વિદ્યુત ઉત્પાદન કેન્દ્રમાં.... અત્યારે વર્તમાન સમય યંત્રોનો સમય છે, પણ આપણે હમેશા જાણવું જોઈએ કે આ બધા યંત્રો પાછળ, યંત્રોના અદ્ભુત કાર્યકલાપ પાછળ, એક ચાલક છે. તો પરમ ભગવાન ચાલક છે, અધ્યક્ષ. તેઓ ઉત્તમ પુરુષ છે જેના નિર્દેશન અનુસાર બધું ચાલે છે. હવે આ જીવોને, ભગવાન ભગવદ ગીતામાં સ્વીકાર કરે છે, જેમ કે આપણે આવતા અધ્યાયોમાં જાણીશું કે, તેઓ ભગવાનના અંશ છે. મમૈવાંશો જીવભૂત: (ભ.ગી. ૧૫.૭). અંશ એટલે કે ભાગ. હવે જેમ સોનાનું એક કણ પણ સોનું જ છે, અને સમુદ્રનું એક ટીપું પણ ખારું છે, તેવી જ રીતે, આપણે જીવો, પરમ ભગવાનના અંશ હોવાથી, ઈશ્વર, ભગવાન, કે શ્રી કૃષ્ણ, આપણી પાસે છે, મારા કહેવાનો અર્થ છે કે, પરમ ભગવાનના બધા ગુણો અણુ માત્રામાં કારણકે આપણે સૂક્ષ્મ ઈશ્વર છીએ, આધીન ઈશ્વર. આપણે પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે માત્ર પ્રકૃતિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. વર્તમાન દિવસોમાં, તે લોકો આકાશ ઉપર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમે નકલી ગ્રહોને તરતા મૂકવાનો પ્રયાસ કરો છો. તો નિયંત્રણ કરવાની કે ઉત્પન્ન કરવાની વૃત્તિ છે કારણકે અંશના રૂપે આપણને પણ આ વૃત્તિ મળી છે. પણ આપણે જાણવું જોઈએ કે આ વૃત્તિ પર્યાપ્ત નથી. આપણને ભૌતિક પ્રકૃતિ ઉપર નિયંત્રણ કરવાની વૃત્તિ છે, ભૌતિક પ્રકૃતિ ઉપર સ્વામિત્વ કરવાની, પણ આપણે પરમ નિયંત્રક નથી. તો તે વસ્તુ ભગવદ ગીતામાં સમજાવેલી છે.

તો આ ભૌતિક પ્રકૃતિ શું છે? તે પણ સમજાવેલું છે. આ પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિને, ભગવદ ગીતામાં અપરા પ્રકૃતિ, ઊતરતી પ્રકૃતિ, ના રૂપે સમજાવામાં આવેલી છે, અપરા પ્રકૃતિ, અને જીવોને પરા પ્રકૃતિ અથવા ચડિયાતી પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે જે નિયંત્રિત થાય છે, જે... પ્રકૃતિ, પ્રકૃતિનો સાચો અર્થ છે સ્ત્રી કે મહિલા. જેમ કે પતિ પત્નીના કાર્યો ઉપર નિયંત્રણ રાખે છે, તેવી જ રીતે, પ્રકૃતિ પણ આધીન છે, તેનું સ્વામિત્વ કરવામાં આવે છે. ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ, વર્ચસ્વ ધરાવનાર છે, અને આ પ્રકૃતિ, બંને જીવ અને ભૌતિક પ્રકૃતિ, તે ભિન્ન પ્રકૃતિઓ છે, જે પરમ ભગવાન દ્વારા નિયંત્રિત થાય છે. તો ભગવદ ગીતાને અનુસાર, જીવો, ભલે તેઓ પરમ ભગવાનના અંશ છે, તેમણે પ્રકૃતિના રૂપે લેવામાં આવેલા છે. ભગવદ ગીતાના સાતમાં અધ્યાયમાં સ્પષ્ટ રૂપે વ્યક્ત છે કે, અપરેયમ ઇતસ તુ વિદ્ધિ અપરા (ભ.ગી. ૭.૫). આ ભૌતિક પ્રકૃતિ અપરા ઈયમ છે. ઇતસ તુ, અને આનાથી પરે બીજી પ્રકૃતિ છે. અને તે પ્રકૃતિ શું છે? જીવભૂત, આ...

તો આ પ્રકૃતિ, પ્રકૃતિનું બંધારણ ત્રણ ગુણો દ્વારા છે: સત્ત્વ-ગુણ, રજો-ગુણ અને તમો ગુણ. અને આ ગુણની ઉપર, ત્રણ પ્રકારના ગુણ, સત્ત્વ, રજસ અને મારા કહેવાનો અર્થ છે કે તમસ, શાશ્વત કાળ છે. શાશ્વત કાળ છે. અને પ્રકૃતિના ગુણોના મેળથી અને કાળના પ્રભાવથી, કાર્યો થાય છે. કાર્યો છે, જેને કર્મ કેહવાય છે. આ કાર્યો અનાદી કાળથી કરવામાં આવે છે અને આપણે આપણા કર્મોના ફળો ભોગવીએ છીએ.