GU/Prabhupada 1065 - વ્યક્તિએ સૌ પ્રથમ શીખવું જોઈએ કે તે આ ભૌતિક શરીર નથી
660219-20 - Lecture BG Introduction - New York
હવે જ્યારે આપણે એટલા બધા ભૌતિક રીતે દૂષિત છીએ, તે આપણી બદ્ધ અવસ્થા કહેવાય છે. બદ્ધ અવસ્થા. અને મિથ્યા અહંકાર, ખોટી ચેતના... આ ખોટી ચેતના તે ધારણામાં વ્યક્ત થાય છે જ્યારે આપણે વિચારીએ છીએ કે "હું આ ભૌતિક પ્રકૃતિથી ઉત્પન્ન થયો છું." તેને કેહવાય છે મિથ્યા-અહંકાર. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે, જે વ્યક્તિ શારીરિક ખ્યાલમાં લીન છે. હવે આખી ભગવદ ગીતા ભગવાને અર્જુનને સમજાવી કારણકે અર્જુને પોતાને શારીરિક ખ્યાલ પર રાખ્યો હતો. તો વ્યક્તિએ આ જીવનના શારીરિક ખ્યાલમાથી મુક્ત થવું પડે. તે પ્રાથમિક કાર્ય છે તે આધ્યાત્મવાદી માટે, જેને મુક્ત થવું છે. અને સૌથી પેહલા તેણે શીખવું જોઈએ કે તે આ ભૌતિક શરીર નથી. તો આ ચેતના કે ભૌતિક ચેતના... જ્યારે આપણે આ ભૌતિક ચેતનાથી મુક્ત થઈએ છીએ, તેને મુક્તિ કેહવાય છે. મુક્તિનો મતલબ ભૌતિક ચેતનાથી મુક્ત થવું. શ્રીમદ ભાગવતમાં પણ મુક્તિનો અર્થ આપેલો છે: મુક્તિર હિત્વાન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ: (શ્રી.ભા. ૨.૧૦.૬). સ્વરૂપેણ વ્યવસ્થિતિ: મુક્તિ મતલબ આ ભૌતિક જગતની દૂષિત ચેતનાથી મુક્તિ, અને આપણી શુદ્ધ ચેતનામાં સ્થિત થવું. અને ભગવદ ગીતાનો આખો ઉપદેશ આપણને તે શુદ્ધ ચેતના જાગૃત કરવા માટે છે. તે આપણને ભગવદ-ગીતાના ઉપદેશના અંતિમ સ્તરે પ્રાપ્ત થાય છે જયારે કૃષ્ણ અર્જુનને પૂછે છે કે તેની ચેતના હવે શુદ્ધ થઇ ગઈ છે. શું તે હવે શુદ્ધ ચેતનામાં હતો. તે શુદ્ધ ચેતના છે ભગવાનના નિર્દેશ અનુસાર કાર્ય કરવું. તે શુદ્ધ ચેતના છે. તે શુદ્ધ ચેતનાનો સાર છે. ચેતના પહેલેથી જ છે, કારણકે આપણે ભગવાનના અંશ છીએ, તેથી આપણે પ્રભાવિત છીએ. ભૌતિક ગુણોથી પ્રભાવિત થવાની શક્યતા છે. પણ ભગવાન સર્વોચ્ચ છે, તેઓ પ્રભાવિત નથી થતા. તેઓ ક્યારેય પણ પ્રભાવિત નથી થતા. તે અંતર છે પરમ ભગવાન અને (આપણી વચ્ચે)...
હવે આ ચેતના... આ ચેતના શું છે? આ ચેતના છે કે "હું છું." હું શું છું? જ્યારે હું દૂષિત ચેતનામાં છું, આ "હું છું" નો અર્થ છે કે "હું બધાનો સ્વામી છું." આ અશુદ્ધ ચેતના છે. અને " હું ભોક્તા છું." આ આખું ભૌતિક જગત ચાલે છે અને દરેક જીવ એમ વિચારે છે કે કે "હું સ્વામી છું અને આ ભૌતિક જગતનો નિર્માણકર્તા છું." આ ચેતનાના બે મનોવૈજ્ઞાનિક ભાગ છે. પહેલો છે કે "હું રચયિતા છું," અને બીજો છે "હું ભોક્તા છું." તો વાસ્તવમાં પરમ ભગવાન રચયિતા છે અને તેઓ ભોક્તા છે. અને જીવ, પરમ ભગવાનનો અંશ હોવાથી, તે વાસ્તવમાં રચયિતા કે ભોક્તા નથી, પણ તે સહકારી છે. જેમ કે સંપૂર્ણ યંત્ર. યંત્રનો ભાગ સહકારી છે, તે સહકારી છે. નહીતો જો આપણે આ શરીરના બંધારણનો અભ્યાસ કરીએ. હવે શરીરમાં હાથ છે, પગ છે, અને આંખો છે, અને આ બધા ભાગો, કામ કરે છે, પણ શરીરના આ બધા અંગો ભોક્તા નથી, પેટ છે તે ભોક્તા છે. પગ એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલે છે. હાથ ભેગું કરે છે, હાથ ભોજન બનાવે છે, અને દાંત ચાવે છે, અને બધું, શરીરના બધા અંગો, પેટને સંતુષ્ટ કરવામાં લાગેલા છે કારણકે પેટ પ્રમુખ વસ્તુ છે આખા શરીરના સંગઠનમાં. અને બધી વસ્તુ પેટને આપવી જોઈએ. પ્રાણોપહારાચ ચ યથેન્દ્રીયાણામ (શ્રી.ભા. ૪.૩૧.૧૪). જેમ કે તમે એક વૃક્ષને લીલું રાખી શકો છો તેના મૂળ ઉપર જળ આપીને. અથવા તમે સ્વસ્થ રહી શકો છો... શરીરના અંગો - હાથ, પગ, આંખ, કાન, આંગળીઓ.... જ્યારે શરીરના બધા અંગો એકસાથે પેટને સહકાર આપે છે બધુ સ્વસ્થ રહે છે. તેવી જ રીતે પરમ ભગવાન, તેઓ પરમ જીવ છે, તેઓ પરમ ભોક્તા છે અને તેઓ સૃષ્ટિ કર્તા છે. અને આપણે, મારા કહેવાનો અર્થ છે, કે જીવ, પરમ ભગવાનની શક્તિનું ઉત્પાદન છીએ, આપણે માત્ર તેમની સાથે સહકાર આપવા માટે છીએ. તે સહકાર આપણું ભલું કરશે. ઉદાહરણ માટે, જ્યારે એક ખાદ્ય-પદાર્થ જ્યારે આંગળી દ્વારા લેવામાં આવે છે. જો આંગળી એમ વિચારે કે "કેમ અમારે તેને પેટને આપવું જોઈએ? ચાલો તેને ભોગ કરીએ." તે એક ભૂલ છે. આંગળી ભોગ કરવામાં અસમર્થ છે. જો આંગળીને તે ખાદ્ય પદાર્થના ભોગનું ફળ જોઈએ છે, તો આંગળીઓએ તેને પેટમાં જ નાખવું જોઈએ.