GU/Prabhupada 1069 - ધર્મ શ્રદ્ધા વિશે કહે છે. શ્રદ્ધા બદલાઈ શકે છે - પણ સનાતન ધર્મ બદલાઈ ના શકે



660219-20 - Lecture BG Introduction - New York

તેથી, સનાતન ધર્મ, જેમ ઉપર કહેલું છે, કે પરમ ભગવાન સનાતન છે, અને દિવ્ય ધામ, જે આધ્યાત્મિક આકાશની પરે છે, તે પણ સનાતન છે. અને જીવો, તેઓ પણ સનાતન છે. તેથી સનાતન ભગવાનનો સંગ, સનાતન જીવો, મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય સનાતન ધામમાં છે. ભગવાન જીવો ઉપર એટલા દયાળુ છે કારણકે બધા જીવોને ભગવાનના પુત્રો માનવામાં આવે છે. ભગવાન ઘોષિત કરે છે સર્વ યોનીષુ કૌન્તેય મૂર્તયઃ સમ્ભવન્તી યા: (ભ.ગી. ૧૪.૪). દરેક જીવ, દરેક પ્રકારનો જીવ... વિવિધ પ્રકારના જીવો છે તેમના વિવિધ કર્મો પ્રમાણે, પણ ભગવાન એવો દાવો કરે છે કે તેઓ બધા જીવોના પિતા છે, અને તેથી ભગવાન અવતરિત થાય છે આ બધા ભૂલી ગયેલા બદ્ધ જીવોને પાછા લઈ જવા પાછા સનાતન ધામમાં, સનાતન આકાશમાં, જેનાથી સનાતન જીવ ફરીથી સનાતન ભગવાન સાથે તેની સનાતન અવસ્થામાં પુન: સ્થાપિત થઇ શકે. તેઓ પોતે વિવિધ અવતારોના માધ્યમથી આવે છે. તેઓ તેમના ગુહ્ય સેવકોને પુત્ર કે પાર્ષદના કે આચાર્યોના રૂપે મોકલે છે બદ્ધ જીવોના ઉદ્ધાર માટે.

અને તેથી સનાતન ધર્મ એટલે કોઈ વિશેષ જાતિનો ધર્મ નથી. તે સનાતન જીવનું સનાતન કાર્ય છે સનાતન ભગવાનના સંબંધમાં. જ્યાં સુધી સનાતન ધર્મનો પ્રશ્ન છે, તેનો અર્થ છે સનાતન કર્મ. શ્રીપાદ રામાનુજાચાર્યે સનાતન શબ્દનો અર્થ સમજાવેલો છે "તે વસ્તુ જેનો કોઈ પ્રારંભ નથી અને કોઈ અંત નથી." અને જ્યારે આપણે સનાતન ધર્મની વાત કરીએ છીએ, આપણે માનવું જ પડે શ્રીપાદ રામાનુજાચાર્યની અધિકૃતતાના આધારે કે જેનો કોઈ આદિ નથી, કે કોઈ અંત નથી. ધર્મ શબ્દ સનાતન ધર્મથી થોડું જુદું છે. ધર્મ શબ્દ શ્રદ્ધા વિશે કહે છે. શ્રદ્ધા બદલાઈ શકે છે. વ્યક્તિને કોઈ એક પ્રકારની પદ્ધતિમાં શ્રદ્ધા હોઈ શકે છે, અને પછી તે પોતાની શ્રદ્ધા બદલીને બીજી કોઈ પ્રકારની શ્રદ્ધાને ધારણ કરી શકે છે. પણ સનાતન ધર્મ એટલે કે જે બદલાઈ શકાતું નથી, જે બદલાઈ શકાતું નથી. જેમ કે પાણી અને પ્રવાહી. પ્રવાહીપણું પાણીથી જુદું ના થઈ શકે. ઉષ્મા અને અગ્નિ. ઉષ્મા અગ્નિથી જુદું ના થઈ શકે. તેવી જ રીતે, જે શાશ્વત જીવનો શાશ્વત ધર્મ છે, જેને સનાતન ધર્મ કહેવાય છે, તે પણ બદલાઈ ના શકે. તેને બદલવું શક્ય નથી. આપણે જાણવું પડે કે શાશ્વત જીવનું શાશ્વત કાર્ય શું છે. જ્યારે આપણે સનાતન ધર્મ વિશે વાત કરીએ છીએ, આપણે તે માનવું જ પડે શ્રીપાદ રામાનુજાચાર્યની અધિકૃતતા પર કે તેનો કોઈ આદિ નથી અને કોઈ અંત નથી. જે વસ્તુનો કોઈ આદિ નથી, કોઈ અંત નથી, કોઈ જાતિય વસ્તુ નથી અને તેને કોઈ સીમા બાંધી ના શકે. જ્યારે આપણે સનાતન ધર્મ વિશે સભા યોજીએ, જે લોકો અસનાતન ધાર્મિક શ્રદ્ધાઓવાળા છે, તેઓ તેને ખોટી રીતે માની શકે છે કે આપણે કોઈ અમુક ધર્મ વિશે વાત કરી રહ્યા છીએ. પણ જો આપણે તે વસ્તુમાં ઊંડા જઈએ અને બધું આધુનિક વિજ્ઞાનના પ્રકાશમાં જોઈએ, તો આપણા માટે સનાતન ધર્મને એક કર્મના રૂપે જોવું શક્ય બનશે દુનિયાના બધા લોકોને, ના, આખા જગતના જીવોને. અસનાતન ધાર્મિક શ્રદ્ધાની કોઈ શરૂઆત હોઈ શકે માનવ સમાજના કોઈક સમયે, પણ સનાતન ધર્મનો કોઈ ઈતિહાસ હોઈ ના શકે, કારણકે તે જીવોના ઈતિહાસ સાથે રહે છે. તો જ્યાં સુધી જીવોનો પ્રશ્ન છે, આપણને શાસ્ત્રના આધારે માહિતી મળે છે કે જીવોને પણ જન્મ અને મૃત્યુ નથી. ભગવદ ગીતામાં સ્પષ્ટ રૂપે વ્યક્ત થયું છે કે જીવ કદી પણ જન્મ લેતો નથી, અને કદી પણ તે મૃત્યુ પામતો નથી. તે શાશ્વત, અવિનાશી છે અને તેના અશાશ્વત ભૌતિક શરીરના વિનાશ પછી પણ તે જીવે છે.