GU/Prabhupada 1072 - આ ભૌતિક જગતને છોડીને શાશ્વત ધામમાં શાશ્વત જીવનને પ્રાપ્ત કરવું660219-20 - Lecture BG Introduction - New York

ભગવાનની ઉપસ્થિતિ, તેમની અહૈતુકી કૃપાથી તેઓ પોતાને તેમના શ્યામસુંદર રૂપમાં પ્રસ્તુત કરે છે. દુર્ભાગ્યવશ, ઓછા બુદ્ધિવાળા લોકો તેમની મજાક ઉડાવે છે. અવજાનન્તી મામ મૂઢા (ભ.ગી. ૯.૧૧). કારણકે ભગવાન આપણી જેમ આવે છે અને એક માનવની જેમ આપણી સાથે રમે છે, તેથી આપણે તેમ ન માનવું જોઈએ કે ભગવાન આપણામાંથી એક છે. તેઓ સર્વ-શક્તિમાન છે તેથી તેમનું સાચું રૂપ આપણી સામે પ્રસ્તુત કરે છે અને પોતાની લીલાઓ પ્રદર્શિત કરે છે, જે તેમના ધામમાં કરવામાં આવે છે. તો ભગવાનનું તે ધામ, બ્રહ્મ-જ્યોતિમાં અસંખ્ય ગ્રહો પણ છે. જેમ કે સૂર્યના કિરણો પર અસંખ્ય ગ્રહો તરે છે, તેવી જ રીતે, બ્રહ્મજ્યોતીમાં, જે પરમ ભગવાનના ધામ કૃષ્ણલોક, ગોલોકથી નીકળે છે, આનંદ-ચિન્મય-રસ પ્રતીભાવીતાભીસ (બ્ર.સં. ૫.૩૭), તે બધા ગ્રહો આધ્યાત્મિક ગ્રહો છે. તે આનંદ ચિન્મય છે; તે ભૌતિક ગ્રહો નથી. તેથી ભગવાન કહે છે,

ન તદ ભાસયતે સૂર્યો
ન શશાંકો ન પાવક:
યદ ગત્વા ન નિવર્તન્તે
તદ ધામ પરમમ મમ

(ભ.ગી. ૧૫.૬)

હવે જે પણ વ્યક્તિ તે આધ્યાત્મિક જગતમાં પહોંચી શકશે તેણે પાછા આ ભૌતિક જગતમાં આવવાની જરૂર નથી. તો જ્યા સુધી આપણે આ ભૌતિક આકાશમાં છીએ, ચંદ્ર ગ્રહ જવાની વાત છોડો... ચંદ્ર ગ્રહ, અવશ્ય, સૌથી નજીકનો ગ્રહ છે, પણ આપણે સૌથી ઉપરના ગ્રહ સુધી પણ જઈ શકીએ છીએ, જેને બ્રહ્મલોક કેહવાય છે, ત્યાં પણ જીવનના તે જ કષ્ટો છે, મારા કહેવાનો અર્થ છે કે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના કષ્ટો. આ ભૌતિક જગતનો કોઈ પણ ગ્રહ ભૌતિક અસ્તિત્વના ચાર સિદ્ધાંતોથી મુક્ત નથી ભગવાન તેથી ભગવદ ગીતામાં કહે છે, આબ્રહ્મ ભુવાનાલ લોકા: પુનર આવર્તીનો અર્જુન (ભ.ગી. ૮.૧૬). જીવ એક ગ્રહથી બીજા ગ્રહમાં ભ્રમણ કરે છે. એવું નથી કે આપણે બીજા ગ્રહ માત્ર સ્પુટનિકની યાંત્રિક વ્યવસ્થાથી જ જઈ શકીએ. જેને પણ બીજા ગ્રહમાં જવું છે, તેની એક વિધિ છે. યાન્તિ દેવ વ્રતા દેવાન પિતૃન યાન્તિ પિતૃ વ્રતા: (ભ.ગી. ૯.૨૫). જેને પણ બીજા કોઈ ગ્રહ પર, કહો કે, ચંદ્ર ગ્રહ પર જવું છે, આપણને સ્પુટનિક દ્વારા જવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. ભગવદ ગીતા ઉપદેશ આપે છે, યાન્તિ દેવ વ્રતા દેવાન. આ ચંદ્ર ગ્રહ કે સૂર્ય ગ્રહ, કે ભૂલોકથી ઉપરના ગ્રહોને સ્વર્ગલોક કેહવાય છે. સ્વર્ગલોક. ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક. ગ્રહોના વિવિધ સ્તર છે. તો દેવલોક, તેમને તેમ કેહવાય છે. ભગવદ ગીતા તમને સરળ માર્ગ બતાવે છે જેના દ્વારા તમે ઉચ્ચ લોક, દેવલોકને પ્રાપ્ત કરી શકશો. યાન્તિ દેવ વ્રતા દેવાન. યાન્તિ દેવ વ્રતા દેવાન. દેવ-વ્રતા, જો આપણે એક ચોક્કસ દેવતાની ઉપાસના કરવાનો અભ્યાસ કરીએ, તો આપણે તે ગ્રહ ઉપર પણ જઈ શકીએ છીએ. આપણે સૂર્ય ગ્રહ ઉપર જઈ શકીએ છીએ, આપણે ચંદ્ર ગ્રહ ઉપર જઈ શકીએ છીએ, આપણે સ્વર્ગલોક જઈ શકીએ છીએ, પણ ભગવદ ગીતા આપણને આ ભૌતિક જગતના ઉંચા લોક જવા માટે સલાહ નથી આપતી, કારણકે તમે સૌથી ઉચા લોક બ્રહ્મલોક, પણ જશો, જે આધુનિક વૈજ્ઞાનિકો ગણતરી કરે છે કે આપણે સ્પૂટનીક યંત્રથી યાત્રા કરીને ૪૦,૦૦૦ વર્ષોમાં સૌથી ઉચ્ચ ગ્રહ પર જઈ શકીએ છીએ. હવે તે શક્ય નથી કે આપણે ૪૦,૦૦૦ વર્ષો જીવીશું અને આ ભૌતિક જગતના સૌથી ઉચા ગ્રહને પ્રાપ્ત કરી શકશું. પણ જો વ્યક્તિ પોતાના જીવનને સમર્પિત કરે છે એક વિશેષ દેવતાની ઉપાસના કરવામાં, તો તે ચોકાસ ગ્રહને પ્રાપ્ત કરી શકે છે, જેમ કે ભગવદ ગીતામાં કહેલું છે યાન્તિ દેવ વ્રતા દેવાન પિતૃન યાન્તિ પિતૃ વ્રતા: (ભ.ગી. ૯.૨૫). તેવીજ રીતે પિતૃલોક છે. તેવી જ રીતે, જે વ્યક્તિને સૌથી પરમ ગ્રહને પ્રાપ્ત કરવો છે... પરમ ગ્રહ એટલે કે કૃષ્ણલોક. આધ્યાત્મિક જગતમાં અનંત ગ્રહો છે, સનાતન ગ્રહો, શાશ્વત ગ્રહો, જે કદી પણ નાશ નથી થતા. પણ તે બધા આધ્યાત્મિક ગ્રહોમાંથી પણ એક ગ્રહ છે, તે મૂળ ગ્રહ, જેને ગોલોક વૃંદાવન કેહવાય છે. તો આ બધી માહિતી આપણને ભગવદ ગીતાથી મળે છે અને આપણને તક પણ મળી છે આ ભૌતિક જગતને છોડીને તે આધ્યાત્મિક શાશ્વત જગતમાં શાશ્વત જીવનને પ્રાપ્ત કરવા માટે.