GU/681014b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
જ્યારે સુધી તમે તમારા ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરશો,તે તમારું ભૌતિક જીવન છે.અને જેમજ તમે કૃષ્ણના ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે ઘૂમો,તે તમારું આધ્યાત્મિક જીવન છે.તે ખૂબજ સરળ વાત છે.સંતુષ્ટ કરવા વગર...ઋષિકેશ હૃષીકેન-સેવનમ(CC Madhya 19.170).તે ભક્તિ છે.તમારા પાસે ઇન્દ્રિયો છે.ઇન્દ્રિયોથી,ઇન્દ્રિયોથી તમને સંતુષ્ટ થાવું છે.એક વાત છે કે તમે પોતાને સંતુષ્ટ કરો....પણ તમે જાણતા નથી.બદ્ધ જીવ જાણતો નથી કે કૃષ્ણના ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાથી,તેના ઇન્દ્રિયો સ્વયં સંતુષ્ટ થઇ જાશે.તે જ ઉદાહરણ:જેમ કે વૃક્ષના મૂળ ઉપર જળ નાખવાથી...અથવા આ આંગળીયો,મારા દેહના અંશ,પેટને અહીં ભોજન આપવાથી,આપોઆપ આંગળીયો પણ સંતુષ્ટ થઇ જાશે.આ રહસ્ય આપણે ભૂલી જઇયે છીએ.આપણે વિચારીયે છીએ કે આપણે આપણા ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાથી સુખી બનશું.કૃષ્ણ ભાવનામૃત એટલે કે તમે તમારા ઇન્દ્રિયોને સંતુષ્ટ નહિ કરતા,તમે કૃષ્ણના ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરો:આપોઆપ તમારા ઇન્દ્રિયો પણ સંતુષ્ટ થઇ જાશે.આ કૃષ્ણ ભાવનામૃતનો રહસ્ય છે ."
681014 - ભાષણ BG 02.19-25 - સિયેટલ