GU/681021b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
જય-ગોપાલ:માયાદેવી કયા પ્રકારની જીવ છે?

પ્રભુપાદ:તે વૈષ્ણવી છે.તે કૃષ્ણની મહાન ભક્ત છે.પણ તેમને એક પાડ ન માનનારું એવું કાર્ય સ્વીકારી લીધું છે:સજા આપવાની.પોલીસવાળો સરકારનો પ્રામાણિક સેવક છે,પણ તેમને એવો કાર્ય સ્વીકારી લીધો છે,કે તે કોઈ પણને ગમતો નથી.(હસે છે).જો કોઈ પોલીસવાળો અહીં આવશે,તરત જ તમને અશાંતિ થશે.પણ તે સરકારનો પ્રામાણિક સેવક છે.તે માયાની સ્તિથી છે.તેમનો કર્તવ્ય છે કે જે લુચ્ચાંઓ અહીં આવ્યા છે ભોગ કરવા માટે,તેમને સજા આપવી(હાસ્ય)તમે જુઓ છો?પણ તે ભગવાનની પ્રામાણિક સેવક છે. જય-ગોપાલ:શું તે કોઈ પદવી છે? પ્રભુપાદ:હા,તે એક પદવી છે,જેના માટે કોઈ ધન્યવાદ નથી આપતો.કોઈપણ ધન્યવાદ નથી આપતો,બધા મજાક ઉડાવે છે.તમે જુઓ છો?પણ તે મહાન ભક્ત છે.તે સહન કરીને સજા આપે છે.બસ એટલું જ.દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયાBG 7.14).તેમને એટલું જ જોવે છે કે,'તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો,હું તમને છોડી દઈશ.',બસ એટલું જ.પોલીસનો ધંધો છે કે,"તમે નિયમ પાલન કરવા વાળો નાગરિક બનો,મને તારા સાથે કોઈ પણ સંબંધ નથી.

681021 - ભાષણ SB 07.09.08 - સિયેટલ