GU/681021b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
જય-ગોપાલ: માયાદેવી કયા પ્રકારના જીવ છે?

પ્રભુપાદ: તેઓ વૈષ્ણવી છે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે. પણ તેમણે એક આભારહીન કાર્ય સ્વીકારી લીધું છે: સજા આપવાનું. પોલીસ અધિકારી સરકારનો પ્રામાણિક સેવક છે, પણ તેણે એવું કાર્ય સ્વીકારી લીધું છે, કે તે કોઈ પણને ગમતો નથી. (હસે છે). જો કોઈ પોલીસવાળો અહીં આવશે, તરત જ તમે વિચલિત થશો. પણ તે સરકારનો પ્રામાણિક સેવક છે. તે માયાની સ્થિતિ છે. તેમનું કાર્ય છે આ બદમાશો જે અહીં ભોગ કરવા આવ્યા છે તેમને સજા આપવી. (હાસ્ય) તમે જોયું? પણ તેઓ ભગવાનના પ્રામાણિક સેવક છે.

જય-ગોપાલ: શું તે કોઈ પદવી જેવું છે?

પ્રભુપાદ: હા, તે એક પદવી છે, અભારહીન પદવી. કોઈપણ ધન્યવાદ નથી આપતું, બધા ઉપહાસ કરે છે. તમે જોયું? પણ તેઓ મહાન ભક્ત છે. તે સહન કરે છે અને સજા આપે છે. બસ એટલું જ. દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા ભ.ગી. ૭.૧૪). તેઓ ફક્ત એટલું જ ઈચ્છે છે કે, 'તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, હું તમને છોડી દઈશ', બસ એટલું જ. પોલીસનું કાર્ય છે કે, "તમે નિયમ પાલન કરવાવાળા નાગરિક બનો, પછી મારે તમારી સાથે કોઈ પણ લેવાદેવા નથી.

681021 - ભાષણ SB 07.09.08 - સિયેટલ