GU/681021c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મારા પારિવારિક જીવનમાં,જ્યારે હું મારા પત્ની અને બાળકોના વચમાં હતો,થોડા સમયે મારા ગુરુ મહારાજ મારા સ્વપ્નમાં આવતા હતા,કે તે મને બોલાવે છે,અને હું તેમના પાછળ જાઉં છું.જ્યારે મારો સ્વપ્ન પૂરો થઇ ગયો,હું વિચારી રહ્યો હતો - અને હું ભયભીત થઇ ગયો-'ઓહ,ગુરુ મહારાજ મને સંન્યાસી બનવા માગે છે.હું કેવી રીતે સંન્યાસ સ્વીકારી શકું?'તે સમયે મને ખૂબ સંતુષ્ટિ નથી મળી રહી હતી કે મને મારા પરિવારને છોડી દેવું પડશે અને ભિક્ષુક બનવું પડશે.તે સમયે,ખૂબજ ભયાનક ભાવના હતી.થોડા સમયે હું વિચારી રહ્યો હતો કે,'નહિ,હું સંન્યાસ નથી લઇ શકતો'.પણ ફરીથી મને તે જ સ્વપ્ન દેખાઈ પડ્યું.તો આ રીતે હું ભાગ્યવાન છું.મારા ગુરુ મહારાજ મને આ ભૌતિક જીવન માંથી બાહર કાઢી મુક્યા.મેં કઈ પણ ગુમાવી નથી દીધું.તે મારા ઉપર એટલા દયાળુ હતા.મને લાભ મળ્યું.મેં ત્રણ છોકરાઓને છોડી દીધું હતું,હવે મારા પાસે ત્રણ સૌ છોકરાઓ છે.તો હું હારનાર નથી.તે ભૌતિક ધારણા છે.આપણે એમ વિચારીયે છીએ કે આપણે કૃષ્ણને સ્વીકારીને હારનાર બનીશું.કોઈ પણ હારનાર નથી."
681021 - ભાષણ Festival Disappearance Day, Bhaktiprajnana Kesava Maharaja - સિયેટલ