GU/681021c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મારા પારિવારિક જીવનમાં, જ્યારે હું મારા પત્ની અને બાળકો સાથે હતો, ક્યારેક મારા ગુરુ મહારાજ મારા સ્વપ્નમાં આવતા, કે તેઓ મને બોલાવે છે, અને હું તેમની પાછળ જાઉં છું. જ્યારે મારુ સ્વપ્ન પૂરું થઈ ગયેલું, હું વિચારી રહ્યો હતો - અને હું થોડો ભયભીત થઇ ગયો હતો - 'ઓહ, ગુરુ મહારાજ ઈચ્છે છે કે હું સંન્યાસી બની જાઉં. હું કેવી રીતે સંન્યાસ સ્વીકારી શકું?' તે સમયે મને બહુ સંતોષ નહોતો થતો કે મારે મારા પરિવારને છોડી દેવું પડશે અને ભિક્ષુક બનવું પડશે. તે સમયે, તે ખૂબ જ ભયાનક વસ્તુ હતી. ક્યારેક હું વિચારતો કે, 'ના, હું સંન્યાસ ન લઇ શકું'. પણ ફરીથી મેં તે જ સ્વપ્ન જોયું. તો આ રીતે હું ભાગ્યશાળી છું. મારા ગુરુ મહારાજે મને આ ભૌતિક જીવનમાંથી બાહર કાઢી મુક્યો. મેં કઈ પણ ગુમાવ્યું નથી. તેઓ મારા ઉપર એટલા દયાળુ હતા. મને લાભ જ મળ્યો છે. મેં ત્રણ બાળકોને છોડ્યા હતા, હવે મારી પાસે ત્રણસો બાળકો છે. તો હું હાર્યો નથી. તે ભૌતિક ધારણા છે. આપણે એવું વિચારીએ છીએ કે આપણે કૃષ્ણને સ્વીકારીને હારી જઈશું. કોઈ પણ હારતું નથી."
681021 - ભાષણ ભક્તિપ્રજ્ઞાન કેશવ મહારાજનો તિરોભાવ દિવસ ઉત્સવ - સિયેટલ