GU/Prabhupada 0944 - ફક્ત જરૂર છે કે આપણે કૃષ્ણની વ્યવસ્થાનો લાભ લઈએ: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0943 - મારુ કઈ નથી. ઈશાવાસ્યમ ઈદમ સર્વમ, બધુ કૃષ્ણનું છે|0943|GU/Prabhupada 0945 - ભાગવત ધર્મ મતલબ ભક્તો અને ભગવાન વચ્ચેનો સંબંધ|0945}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|zTcUuXS6i4Q|ફક્ત જરૂર છે કે આપણે કૃષ્ણની વ્યવસ્થાનો લાભ લઈએ<br/>- Prabhupāda 0944}}
{{youtube_right|r2YisAIQigs|ફક્ત જરૂર છે કે આપણે કૃષ્ણની વ્યવસ્થાનો લાભ લઈએ<br/>- Prabhupāda 0944}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK (from English page -->
<!-- BEGIN AUDIO LINK (from English page -->
<mp3player>File:730427SB-LOS ANGELES_clip6.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730427SB-LOS_ANGELES_clip6.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 00:10, 7 October 2018



730427 - Lecture SB 01.08.35 - Los Angeles

આપણી જરૂરિયાત, જ્યાં સુધી આપણી શારીરિક જરૂરિયાતોનો સવાલ છે - ખાવું, ઊંઘવું અને પ્રજનન અને સંરક્ષણ - તે દરેકને માટે તેના જીવન પ્રમાણે વયવસ્થા કરવામાં આવેલી છે. તે વ્યવસ્થા છે. તો જીવનની નીચલી યોનીઓમાં તેઓ સમજી નથી શકતા કે બધુ જ છે, વ્યવસ્થા પામેલું, જો કે તેઓ જાણે છે, જેમ કે એક પક્ષી... એક પક્ષી સવારે વહેલું ઊઠે છે, તે જાણે છે થોડુક ભોજન છે. તે જાણે છે. પણ છતાં તે વ્યસ્ત છે ભોજન શોધવામાં. તો થોડુક કાર્ય, થોડુક ઊડવાનું એક વૃક્ષથી બીજા વૃક્ષ પર, તે... તે જુએ છે મહાકાય ફળો, બધા નાના કે મોટા, ઘણા બધા ફળો તેઓ ખાઈ શકે છે. તેવી જ રીતે, દરેક જીવ માટે, ભોજનની વ્યવસ્થા છે, ખાવાની અને પીવાની. ખાવાની, ઊંઘવાની, પ્રજનન અને સંરક્ષણ, વ્યવસ્થા છે. આફ્રિકામાં પણ, અમુક વૃક્ષો છે જે ફળો આપે છે; તે ફળો લોખંડની ગોળી કરતાં પણ સખત હોય છે. પણ આ ફળો ગોરીલાઓ દ્વારા ખવાય છે. તેઓ આ ફળો ભેગા કરે છે, જેમ કે આપણે થોડાક દાણા ચાવીએ છીએ. તો તેઓ તે દાણાને ચાવવાનો આનંદ લે છે. પણ તે બહુ સખત છે. મે કોઈ પુસ્તકમાં વાંચેલું, તો કદાચ તમે પણ જાણતા હશો, કે જંગલનો ચોથો ભાગ જ્યાં ગોરીલાઓ રહે છે, ભગવાન તેમને ફળ આપે છે" "હા, અહી છે તમારું ભોજન."

તો બધી જ વ્યવસ્થા છે. કોઈ અછત નથી. આપણે અછતો ઊભી કરી છે, અવિદ્યા, અજ્ઞાનને કારણે. નહીં તો, કોઈ અછત નથી. પૂર્ણમ ઈદમ. તેથી (ઇશોપનિષદ) કહે છે પૂર્ણમ, બધુ પૂર્ણ છે. જેમ કે આપણને પાણી જોઈએ છે, આપણને પાણી બહુ જોઈએ છે. જરા જુઓ કેવી રીતે ભગવાને આ મહાસાગરો રચ્યા છે. તમે લઈ શકો છો... જે પણ પાણી આપણે વાપરી રહ્યા છીએ, તે મહાસાગરોમાથી છે. પુરવઠો છે. તે ફક્ત તે પુરવઠામાથી વિતરણ થાય છે. પ્રકૃતિની ગોઠવણથી, ભગવાન, ભગવાનની ગોઠવણથી, તે સૂર્યપ્રકાશ દ્વારા બાષ્પીભવિત થાય છે. તેનું બાષ્પીભવન થાય છે, અને તે વાયુ બને છે, વાદળ. પાણી છે. બીજી વ્યવસ્થાથી આ પાણી બધી સપાટી પર વહેંચવામાં આવે છે, અને તે ટેકરીની ટોચ પરથી પાડવામાં આવે છે જેથી તમને સતત પુરવઠો મળી શકે. નદી નીચે આવે છે. સમસ્ત, સમસ્ત વર્ષ દરમ્યાન પાણીનો પુરવઠો છે. આ રીતે, જો તમે આખી પરિસ્થિતીનો અભ્યાસ કરો, ભગવાનની રચના, તમે જોશો કે બધુ પૂર્ણ છે, ઉત્તમ. તે તત્વજ્ઞાન છે. બધુ પૂર્ણ છે. કોઈ જરૂરિયાત નથી. આપણી એકમાત્ર જરૂરિયાત છે કે આપણે કૃષ્ણની વ્યવસ્થાનો લાભ લઈએ.