GU/Prabhupada 1018 - શરૂઆતમાં આપણે રાધા કૃષ્ણની પૂજા લક્ષ્મી નારાયણના સ્તર પર કરવી જોઈએ: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 1017 - બ્રહ્મા મૂળ સર્જનકર્તા નથી. મૂળ સર્જનકર્તા કૃષ્ણ છે|1017|GU/Prabhupada 1019 - જો તમે કૃષ્ણ માટે કોઈ સેવા કરો, કૃષ્ણ તમને સો ગણો પુરસ્કાર આપશે|1019}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|uPaSFJGEKiU|શરૂઆતમાં આપણે રાધા કૃષ્ણની પૂજા લક્ષ્મી નારાયણના સ્તર પર કરવી જોઈએ<br/>- Prabhupāda 1018}}
{{youtube_right|BnTUwUqSMuU|શરૂઆતમાં આપણે રાધા કૃષ્ણની પૂજા લક્ષ્મી નારાયણના સ્તર પર કરવી જોઈએ<br/>- Prabhupāda 1018}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 00:22, 7 October 2018



730408 - Lecture SB 01.14.44 - New York

પ્રદ્યુમ્ન: અનુવાદ: "કે પછી એવું છે કે તું હમેશા રિક્તતા અનુભવી રહ્યો છે કારણકે તે તારા સૌથી ઘનિષ્ઠ મિત્ર, ભગવાન કૃષ્ણ, ગુમાવી દીધા? હે મારા ભાઈ અર્જુન, હું તારી નિરાશાનું બીજું કોઈ કારણ વિચારી નથી શકતો."

પ્રભુપાદ: તો કૃષ્ણ અર્જુનના ઘનિષ્ઠ મિત્ર હતા. ફક્ત અર્જુનના જ નહીં, બધા પાંડવોના. તો તેઓ કૃષ્ણનો વિરહ સહન ન હતા કરી શકતા. આ કૃષ્ણ ભક્તનું લક્ષણ છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું કે "મને કૃષ્ણ પ્રતિ કોઈ પ્રેમ નથી." તે શ્લોક, અત્યારે હું ભૂલી ગયો છું... ન પ્રેમ ગંધો અસ્તિ (ચૈ.ચ. મધ્ય ૨.૪૫). "તો તમને કૃષ્ણ માટે કોઈ પ્રેમ નથી? તમે હમેશા કૃષ્ણ માટે રડો છો, અને છતાં તમે કહો છો કે તમને કૃષ્ણ માટે કોઈ પ્રેમ નથી?" "ના, હું ફક્ત એક દેખાડો કરવા માટે રડું છું. વાસ્તવમાં હું કૃષ્ણનો ભક્ત નથી." "શા માટે?" તે "કારણકે જો હું કૃષ્ણનો ભક્ત હોત, હું તેમના વગર કેવી રીતે જીવી શકું? હું હજુ મરી નથી ગયો. તેનો મતલબ મને કૃષ્ણ પ્રત્યે કોઈ પ્રેમ નથી." આ પ્રેમનું લક્ષણ છે - કે એક પ્રેમી એક ક્ષણ માટે પણ જીવી ન શકે તેના પ્રેમીના સંગ વગર. આ પ્રેમનું લક્ષણ છે.

તો આ પ્રેમની કદર ફક્ત રાધા અને કૃષ્ણ વચ્ચે જ હોઈ શકે છે, અથવા ગોપીઓ અને કૃષ્ણ; બીજે નહીં. વાસ્તવમાં આપણે જાણતા જ નથી કે પ્રેમનો અર્થ શું છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, કે

આશ્લિસ્ય વા પાદ રતામ પિનશ્ટુ મામ
અદર્શનાન મર્મ હતામ કરોતુ વા
યથા તથા વા વિદધાતુ લંપટો
મત પ્રાણ નાથસ તુ સ એવ નાપર:
(ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭, શિક્ષાષ્ટક ૮)
યુગાયિતમ નિમિશેણ
ચક્ષુશા પ્રાવૃશાયીતમ
શૂન્યાયિતમ જગત સર્વમ
ગોવિંદ વિરહેણ મે
(ચૈ.ચ. અંત્ય ૨૦.૩૯, શિક્ષાષ્ટક ૭)

ગોવિંદ વીર. વીર મતલબ વિરહ. મતલબ, રાધારાણી... ચૈતન્ય મહાપ્રભુ શ્રીમતી રાધારાણીનો ભાગ ભજવી રહ્યા હતા. કૃષ્ણ, જ્યારે તેઓ પોતાને સમજી ના શક્યા... કૃષ્ણ અસીમિત છે. તેઓ એટલા અસીમિત છે કે કૃષ્ણ પોતે પણ સમજી નથી શકતા. તેઓ અસીમિત છે. અસીમિત પોતાની અસીમિતતા સમજી નથી શકતા. તેથી કૃષ્ણે શ્રીમતી રાધારાણીનો ભાવ ગ્રહણ કર્યો, અને તે છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ. તે ચિત્ર બહુ જ સરસ છે: કૃષ્ણ, રાધારાણીનો ભાવ, પ્રેમ લઈને, શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરીકે પ્રકટ થાય છે. શ્રી કૃષ્ણ ચૈતન્ય રાધા કૃષ્ણ નહે અન્ય (શ્રી ગુરુ પરંપરા ૬). તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુની પૂજા કરીને, તમે એક સાથે રાધા અને કૃષ્ણની પૂજા કરો છો. રાધાકૃષ્ણની પૂજા કરવી ખૂબ જ મુશ્કેલ છે. તો જે પણ રાધા કૃષ્ણની આપણે પૂજા કરીએ છીએ, તે છે રાધા કૃષ્ણ તેમના નારાયણ રૂપમાં - લક્ષ્મીનારાયણ. શરૂઆતમાં આપણે રાધા કૃષ્ણની પૂજા લક્ષ્મી નારાયણના સ્તર પર કરવી જોઈએ, આદર અને ભાવ સાથે, નીતિ નિયમોનો ચુસ્ત પણે અમલ કરીને. નહિતો, વૃંદાવનમાં રાધા કૃષ્ણ, તેઓ, ભક્તો, તેઓ કૃષ્ણને એટલા માટે નથી ભજતાં કારણકે તેઓ ભગવાન છે, પણ તેઓ કૃષ્ણને ભજે છે. પૂજા નહીં - તે પૂજાથી ઉપર છે. તે ફક્ત પ્રેમ છે. જેમ કે તમારા પ્રેમીને પ્રેમ કરવો: તેનો અર્થ પૂજા નથી. તે સ્વયંસ્ફુરિત છે, હ્રદયનું કાર્ય. તો તે છે વૃંદાવનની સ્થિતિ. તો ભલે આપણે વૃંદાવનના સર્વોચ્ચ પદ પર ના હોઈએ, છતાં, જો આપણે કૃષ્ણનો વિરહ અનુભવતા નથી, તો આપણે જાણવું જોઈએ, કે આપણે હજુ કૃષ્ણના પૂર્ણ ભક્ત નથી. તેની જરૂર છે: વિરહ અનુભવવો.