GU/Prabhupada 1019 - જો તમે કૃષ્ણ માટે કોઈ સેવા કરો, કૃષ્ણ તમને સો ગણો પુરસ્કાર આપશે



730408 - Lecture SB 01.14.44 - New York

તેથી યુધિષ્ઠિર મહારાજ સમજી ના શક્યા કે કૃષ્ણ આ ગ્રહ પર હવે છે નહીં; તેથી તેમણે ઘણા અશુભ લક્ષણો જોયા. હવે, જ્યારે અર્જુન પાછો આવ્યો, તેઓ પૂછતાં હતા, "તું કેમ ગમગીન છે? શું તે આ કર્યું છે? શું તે કર્યું છે?" બધુ જ. હવે તેઓ નિષ્કર્ષ આપી રહ્યા છે, "મને લાગે છે કે તારી મોટી ગમગીનતા કૃષ્ણના વિરહને કારણે છે, જેમ હું અનુભવતો હતો. "કશ્ચિત પ્રેષ્ઠતમેનાથ (શ્રી.ભા. ૧.૧૪.૪૪). પ્રેષ્ઠતમેનાથ, આ શ્રેષ્ઠ છે. જેમ અંગ્રેજી ભાષામાં સકારાત્મક, તુલનાત્મક અને શ્રેષ્ઠ છે, તેવી જ રીતે સંસ્કૃત. પ્રેષ્ઠ સકારાત્મક છે, પ્રેષ્ઠ પરા તુલનાત્મક છે, અને પ્રેષ્ઠતમ શ્રેષ્ઠ છે. કૃષ્ણ પ્રેષ્ઠતમ છે, પ્રેમી, શ્રેષ્ઠ. કશ્ચિત પ્રેષ્ઠતમેન અથ. પ્રેષ્ઠતમેનાથ હ્રદયેનાત્મ બંધુના. આત્મ-બંધુ, સુહ્રત. સંસ્કૃતમાં વિભિન્ન શબ્દો હોય છે, આત્મ-બંધુ, સુહ્રત, બંધુ, મિત્ર - તે બધાનો મતલબ મિત્ર છે, પણ વિભિન્ન શ્રેણીઓ. મિત્ર મતલબ સાધારણ મિત્ર. જેમ કે તમને હોય છે "તે મારો મિત્ર છે," તેનો મતલબ એવો નથી કે તે મારો ઘનિષ્ઠ મિત્ર છે. તો શ્રેષ્ઠ મિત્ર છે સુહ્રત. સુહ્રત મતલબ "કોઈ સ્વાર્થ વગર." જો તમે કોઈના વિશે વિચારો, કે કેવી રીતે તે સુખી થશે, તેને સુહ્રત કહેવાય છે.

તો હ્રદયેનાત્મ બંધુના. કૃષ્ણ હમેશા અર્જુન વિશે વિચારતા હતા, અને તે સંબંધ હતો. કૃષ્ણ કહે છે, સાધવો હ્રદયમ મહ્યમ (શ્રી.ભા. ૯.૪.૬૮). જેમ ભક્ત હમેશા કૃષ્ણ વિશે વિચારે છે, તેવી જ રીતે કૃષ્ણ પણ હમેશા ભક્ત વિશે વિચારે છે. તેઓ વધુ વિચારે છે. તે આદાનપ્રદાન છે.

યે યથા મામ પ્રપદ્યન્તે
તાંસ તથૈવ ભજામી અહમ
(ભ.ગી. ૪.૧૧)

જો તમે કૃષ્ણ વિશે ચોવીસ કલાક વિચારો, કૃષ્ણ તમારા વિશે છવીસ કલાક વિચારશે. (હાસ્ય) કૃષ્ણ એટલા દયાળુ છે. જો તમે કૃષ્ણ માટે કોઈ સેવા કરો, કૃષ્ણ તમને સો ગણો પુરસ્કાર આપશે. પણ લોકો, તેમને જોઈતું નથી. તેઓ વિચારે છે, "કૃષ્ણની સેવા કરીને આપણને શું ફાયદો મળશે? મને મારા કૂતરાની સેવા કરવા દે." આ ગેરસમજણ છે. અને આપણો પ્રયાસ છે કૃષ્ણના સુષુપ્ત પ્રેમને જગાડવો. દરેકને પ્રેમ છે - પ્રેમનો પુરવઠો છે - પણ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમને ખબર નથી કે તે પ્રેમને ક્યાં દોરવો જેથી... કારણકે તેમને ખબર નથી; તેથી તેઓ હતાશ થઈ રહ્યા છે. તેથી તેઓ હતાશ થઈ રહ્યા છે.

તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન ફક્ત લોકોને શિક્ષિત કરવા માટે છે કે "તમે પ્રેમ કરો છો તમે એક યોગ્ય પ્રેમી પાછળ પાગલ છો જે તમને પણ પ્રેમ કરી શકે. પણ તે તમે આ ભૌતિક જગતમાં શોધી ના શકો. તે તમને મળશે જ્યારે તમે કૃષ્ણને પ્રેમ કરશો." તે આપણું કૃષ્ણ ભાવનામૃત છે. તે કોઈ અનાવશ્યક કે કાલ્પનિક નથી. દરેક વ્યક્તિ સમજી શકે છે કે "મારે કોઈ વ્યક્તિને પ્રેમ કરવો છે." ઈચ્છે છે. પણ તે હતાશ બની રહ્યો છે કારણકે તે કૃષ્ણને પ્રેમ નથી કરતો. આ છે (અસ્પષ્ટ). ફક્ત જો તમે તમારા પ્રેમભાવને કૃષ્ણ તરફ વાળો, તો તમે પૂર્ણ રીતે, તમે પૂર્ણ રીતે સંતુષ્ટ થશો, યયાત્મા સુપ્રસિદતી (શ્રી.ભા. ૧.૨.૬). આપણે મનની શાંતિનો પ્રયાસ કરીએ છીએ, પૂર્ણ સંતુષ્ટિનો. તે પૂર્ણ સંતુષ્ટિ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે તમે કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરવો તે શીખો. આ રહસ્ય છે. નહિતો તમે ના કરી શકો. કારણકે... કારણકે તમારે પ્રેમ કરવો છે અને સંતુષ્ટિ જોઈએ છે - તે પૂર્ણ થાય છે જ્યારે તમે કૃષ્ણને પ્રેમ કરવાના સ્તર પર આવો છો.