GU/Prabhupada 1066 - ઓછા બુદ્ધિવાળા લોકો પરમ સત્યને નિરાકાર માને છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


660219-20 - Lecture BG Introduction - New York

તો આખી વ્યવસ્થા છે કે સૃષ્ટિના કેન્દ્રિય વ્યક્તિ, આનંદના કેન્દ્રિય વ્યક્તિ, પરમ ભગવાન છે, અને જીવો, તેઓ માત્ર સહકારી છે. સહકારથી, સહકારથી તેઓ ભોગ કરે છે. સંબંધ એક સ્વામી અને સેવકની જેમ છે. જો સ્વામી સંતુષ્ટ છે, જો સ્વામી પૂર્ણ રૂપે સંતુષ્ટ છે, તો સેવક પોતે સંતુષ્ટ થઇ જશે. તે નિયમ છે. તેવી જ રીતે, પરમ ભગવાન સંતુષ્ટ હોવા જોઈએ, ભલે રચયિતા હોવાની વૃત્તિ છે, ભલે ભોગ કરવાની વૃત્તિ છે... તે જીવમાં પણ છે કારણકે તે પરમ ભગવાનમાં છે. તેમણે રચના કરી છે, તેમણે રચના કરી છે આ વ્યક્ત ભૌતિક જગતની.

તેથી તમને ભગવદ ગીતામાં મળશે કે સંપૂર્ણ, જેમાં પરમ નિયામક, નિયંત્રિત જીવો, આ ભૌતિક સૃષ્ટિ, સનાતન કાળ, અને કર્મો, બધાને પૂર્ણ રીતે સમજાવવામાં આવેલું છે. તો આખી વસ્તુને ભેગું થઈને નિરપેક્ષ સત્ય કહેવામાં આવે છે. સંપૂર્ણ કે પરમ નિરપેક્ષ સત્ય, તેથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. જેમ મે પહેલા પણ સમજાવેલું છે, કે આ ભૌતિક પ્રાકટ્ય તેમની વિવિધ શક્તિઓને કારણે છે, અને તેઓ સંપૂર્ણ છે.

નિરાકાર બ્રહ્મ વિશે ભગવદ ગીતામાં સમજાવેલું છે નિરાકાર બ્રહ્મ પણ પરમ પુરુષથી નીચે છે. બ્રહ્મણો અહમ પ્રતિષ્ઠા (ભ.ગી. ૧૪.૨૭). નિરાકાર બ્રહ્મ પણ. તે છે... નિરાકાર બ્રહ્મ હજી વધારે સ્પષ્ટ રીતે બ્રહ્મ-સૂત્રમાં સમજાવવામાં આવેલું છે કિરણોના જેમ. જેમ સૂર્યના કિરણો છે, સૂર્ય ગ્રહ, તેવી જ રીતે, નિરાકાર બ્રહ્મ ચમકતો પ્રકાશ છે કે પરમ બ્રહ્મ કે પરમ ભગવાન. તેથી નિરાકાર બ્રહ્મ પરમ સત્યનો અપૂર્ણ સાક્ષાત્કાર છે, અને પરમાત્માની ધારણા પણ. આ બધી વસ્તુઓને પણ સમજાવવામાં આવેલી છે. પુરુષોત્તમ યોગ. જ્યારે આપણે પુરુષોત્તમ-યોગનો અધ્યાય ભણીશું, ત્યારે આપણે જોઈશું કે પરમ ભગવાન, પુરુષોત્તમ, નિરાકાર બ્રહ્મ અને પરમાત્માના આંશિક સાક્ષાત્કારની ઉપર છે.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સચ-ચિદ-આનંદ-વિગ્રહ: કહેવાય છે (બ્ર.સં. ૫.૧). બ્રહ્મ-સંહિતામાં, શરૂઆતમાં આમ પ્રારંભ થાય છે: ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ-ચિદ-આનંદ વિગ્રહ:/ અનાદિર આદિર ગોવિંદ સર્વ-કારણ કારણમ (બ્ર.સં. ૫.૧)." ગોવિંદ, કૃષ્ણ, બધા કારણોના કારણ છે. તેઓ આદિ દેવ છે." તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સચ-ચિદ-આનંદ વિગ્રહ છે. નિરાકાર બ્રહ્મ સાક્ષાત્કાર તેમના સત ભાગનો સાક્ષાત્કાર છે. અને પરમાત્મા સાક્ષાત્કાર તેમના સત-ચિત, શાશ્વત અને જ્ઞાનનો સાક્ષાત્કાર છે. પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર બધા દિવ્ય રૂપોનો સાક્ષાત્કાર છે જેમ કે સત, ચિત અને આનંદ, પૂર્ણ વિગ્રહમાં. વિગ્રહ એટલે કે રૂપ. વિગ્રહ એટલે કે રૂપ. અવ્યક્તમ વ્યક્તિમ આપન્નમ મન્યન્તે મામ અબુદ્ધય: (ભ.ગી. ૭.૨૪). ઓછી બુદ્ધિ વાળા લોકો, પરમ સત્યને નિરાકાર માને છે, પણ તેઓ એક વ્યક્તિ છે, એક દિવ્ય વ્યક્તિ. તેની બધા વૈદિક સાહિત્યોમાં પુષ્ટિ થઇ છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતાનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તો, જેમ આપણે પણ વ્યક્તિ છીએ, પ્રત્યેક જીવ, આપણું વ્યક્તિત્વ છે, તેવી જ રીતે પરમ સત્ય, નિરપેક્ષ સત્ય, તેઓ પણ અંતિમ ચર્ચામાં એક પુરુષ છે. તેઓ એક વ્યક્તિ છે. પણ પરમ ભગવાનનો સાક્ષાત્કાર બધી દિવ્ય અવસ્થાઓનો સાક્ષાત્કાર છે. જેમ કે સત, ચિત અને આનંદ, પૂર્ણ વિગ્રહમાં. વિગ્રહ એટલે કે રૂપ. તેથી સંપૂર્ણ વસ્તુ નિરાકાર નથી. જો તેઓ રૂપ વગરના હોય, અથવા જો તેઓ બીજી જોઈ વસ્તુ કરતાં ઓછા હોય, તો તેઓ સંપૂર્ણ સત્ય ના હોઈ શકે. જે સંપૂર્ણ છે તે આપણા અનુભવમાં અને અનુભવથી પરે હોવું જ જોઈએ. નહિતો તે સંપૂર્ણ ના હોઈ શકે. સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને મહાન શક્તિઓ છે. પરાસ્ય શક્તિ વિવીધૈવ શ્રુયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). તે પણ ભગવદ ગીતામાં સમજાવેલું છે, કેવી રીતે તેઓ વિવિધ પ્રકારના શક્તિઓ દ્વારા કાર્ય કરે છે. આ ભૌતિક જગત, જ્યાં આપણે છીએ, તે પણ પોતાનામાં પૂર્ણ છે કારણકે પૂર્ણમ ઈદમ (શ્રી ઈશોપનીષદ, આહવાન). ચોવીસ તત્ત્વો છે, સાંખ્ય તત્વજ્ઞાન પ્રમાણે, ચોવીસ તત્ત્વો છે જેમાંથી આ ભૌતિક જગત એક અસ્થાયી પ્રાકટ્ય છે, પૂર્ણ રીતે ગોઠવેલા છે પૂર્ણ વસ્તુઓના ઉત્પાદન માટે જે આ બ્રહ્માણ્ડના પાલન માટે જરૂરી છે. બહારથી કોઈ મદદની જરૂર નથી આ બ્રહ્માણ્ડના પાલન માટે. તે પોતાના સમયે છે, જે પૂર્ણની શક્તિ દ્વારા નીર્ધારીત છે, અને જ્યારે કાળ આવશે, ત્યારે આ અસ્થાયી પ્રાકટ્યનો નાશ થશે તે પૂર્ણ વ્યક્તિની પૂર્ણ વ્યવસ્થા દ્વારા.