GU/660412 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ અહી શું કહે છે? કે કર્મ-જમ, કર્મ-જમ (ભ.ગી. ૨.૫૧), કે 'દરેક, તમારું કોઈ પણ કર્મ કે જે તમે કરી રહ્યા છો, તે કોઈ ભવિષ્યનો આનંદ કે પીડા બનાવી રહ્યું છે. પણ જો તમે બુદ્ધિપૂર્વક કામ કરો, પરમ ચેતનાની સાથે, તો તમે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના બંધનથી મુક્ત થશો અને, તમારા આગલા જીવનમાં... આ એક પ્રશિક્ષણનો સમયગાળો છે. આ જીવન એક પ્રશિક્ષણનો ગાળો છે, અને જેવુ તમે પૂર્ણ રીતે પ્રશિક્ષિત થાઓ છો, પછીનું પરિણામ હશે કે આ શરીર છોડયા પછી તમે મારા સામ્રાજ્યમાં પ્રવેશો છો. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). તો આ છે આખી પદ્ધતિ."
660412 - ભાષણ - ભ.ગી. ૨.૫૧-૫૫ - ન્યુ યોર્ક