GU/660419 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે, વર્તમાન સમયે, આપણી ભૌતિક અવસ્થામાં, આપણે ખ્યાલો બનાવીએ છીએ, અને વિચલિત પણ થઈએ છીએ કારણકે મનનું કાર્ય છે કોઈ વસ્તુનું નિર્માણ કરવું અને તેનો અસ્વીકાર કરવો. મન કશું વિચારશે, 'હા, ચાલ હું આ કરું', તે નક્કી કરશે, 'ઓહ, સારું છે કે હું આ ના કરું'. આને સંકલ્પ-વિકલ્પ કહેવાય છે, નક્કી કરવું અને અસ્વીકાર કરવો. અને આ ભૌતિક સ્તરની અસ્થાયી અવસ્થાને કારણે છે. પણ જ્યારે આપણે પરમ ચેતના પ્રમાણે કાર્ય કરવાનું નક્કી કરીએ, કોઈ આવો દ્વંદ્વ નહીં કે 'ચાલ હું તે કરું' અથવા 'ચાલ હું તે ના કરું'. ના. ફક્ત એક જ વસ્તુ છે. 'ચાલ હું તે કરું. ચાલ હું તે કરું કારણકે તેની ચડિયાતી ચેતના દ્વારા પરવાનગી છે' આખી ભગવદ ગીતા જીવનના આ સિદ્ધાંત પર આધારિત છે."
660419 - ભાષણ - ભ.ગી. ૨.૫૫-૫૬ - ન્યુ યોર્ક