GU/660427 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્ઞાન વગર, વ્યક્તિ વિરક્ત થઈ શકે નહીં. અને તે જ્ઞાન શું છે? જ્ઞાન છે કે 'હું આ જડ પદાર્થ નથી; હું આધ્યાત્મિક આત્મા છું.' તો...પણ આ જ્ઞાન છે... જોકે તે કહેવું બહુ જ સરળ છે, કે "હું આ શરીર નથી, પણ હું આત્મા છું," પણ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાન હોવું, તે એક મોટું કામ છે. તે બહુ સરળ નથી. તે જ્ઞાન મેળવવા માટે, ઘણા બધા, મારા કહેવાનો મતલબ, આધ્યાત્મવાદીઓ, તેઓ જન્મ જન્માંતર સુધી પ્રયત્ન કરતાં હોય છે, ફક્ત વિરક્ત થવા માટે. પણ સૌથી સરળ વિધિ છે જો વ્યક્તિ ભક્તિમય સેવામાં જોડાય. શ્રીમદ ભાગવતમમાં તે સૂત્ર આપેલું છે. વાસુદેવે ભગવતી (શ્રી.ભા. ૧.૨.૭). વાસુદેવે ભગવતી, 'પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણમાં.' કૃષ્ણ વાસુદેવ છે."
660427 - ભાષણ - ભ.ગી. ૨.૫૮-૫૯ - ન્યુ યોર્ક