GU/660718 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ ગીતામાં, તે સ્પષ્ટપણે કહ્યું છે કે "મારા પ્રિય અર્જુન, તારા પણ ઘણા ઘણા જન્મો થઈ ગયા છે. તું હતો, તું છે, અને કારણકે તું મારો નિત્ય સંગી છે, તો જ્યારે પણ હું કોઈ પણ ગ્રહમાં અવતાર લઇશ, તું પણ, તું પણ મારી સાથે હોઈશ. તો જ્યારે મે સૂર્ય ગ્રહ પર અવતાર લીધો હતો અને આ ભગવદ ગીતા સૂર્યદેવને કહી હતી, તું પણ મારી સાથે હાજર હતો, પણ દુર્ભાગ્યવશ, તું ભૂલી ગયો છે. કારણકે તું એક જીવ છે અને હું પરમ ભગવાન છું." તે ફરક છે ભગવાન (અને આપણી વચ્ચે)... હું યાદ નથી રાખી શકતો. ભૂલકણાપણું મારો સ્વભાવ છે."
660718 - ભાષણ - ભ.ગી. ૪.૩-૬ - ન્યુ યોર્ક