GU/660530 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક સાધુ બધા જ જીવોનો મિત્ર છે. તે ફક્ત મનુષ્યનો જ મિત્ર નથી. તે પ્રાણીઓનો મિત્ર છે. તે વૃક્ષોનો મિત્ર છે. તે કીડીઓનો, જીવડાઓનો, સરિસૃપોનો, સાપનો - દરેકનો મિત્ર છે. તીતીક્ષવ: કારુણિકા: સુહ્રદ: સર્વ દેહિનામ. અને અજાત શત્રુ. અને કારણકે તે દરેકનો મિત્ર છે, તેને કોઈ શત્રુ નથી. પણ દુર્ભાગ્યવશ, આ જગત એટલું નાસ્તિક છે, આવા સાધુના પણ શત્રુ હોય છે. જેમ કે પ્રભુ ઈશુ ખ્રિસ્તને અમુક શત્રુઓ હતા, અને મહાત્મા ગાંધીને પણ અમુક શત્રુઓ હતા જેમણે તેમને મારી નાખ્યા. તો જગત આવું વિશ્વાસઘાતી છે. એક સાધુને પણ, અમુક શત્રુઓ હોય છે. તમે જોયું? પણ સાધુ, તેની બાજુએથી, તેને કોઈ શત્રુ નથી. તે દરેકનો મિત્ર છે. તીતીક્ષવ: કારુણિકા: સુહ્રદ: સર્વ દેહિનામ (શ્રી.ભા. ૩.૨૫.૨૧). અને અજાત શત્રવ:, હમેશા શાંત. આ સાધુના ગુણો છે, સાધુ વ્યક્તિઓ."
660530 - ભાષણ - ભ.ગી. ૩.૨૧-૨૫ - ન્યુ યોર્ક