GU/660831 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"રોગી અવસ્થામાં આપણે જે પણ ખોરાક લઈએ તેનો આનંદ ના લઈ શકીએ. જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ, આપણે ખોરાકના સ્વાદનો આનંદ લઈ શકીએ છીએ. તો આપણે સાજા થવું પડે. આપણે સાજા થવું પડે. અને કેવી રીતે સાજા થવું? કૃષ્ણ ભાવનામૃતના દિવ્ય પદ પર સ્થિત થવાથી. તે સારવાર છે. તો કૃષ્ણ અહી સલાહ આપે છે કે જે પણ વ્યક્તિ ઇન્દ્રિય સુખના આવેગને સહન કરી શકે છે. જ્યાં સુધી શરીર છે, ઇન્દ્રિય સુખ માટે આવેગો રહેશે, પણ આપણે આપણા જીવનને એવી રીતે ઘડવું પડે કે આપણે સહન કરી શકીએ. સહન કરવું. તે આપણને આધ્યાત્મિક જીવનમાં વિકાસ આપશે, અને જ્યારે આપણે આધ્યાત્મિક જીવનમાં સ્થિત થઈશું, તે આનંદ અનંત છે, અસીમિત. કોઈ અંત નથી."
660831 - ભાષણ - ભ.ગી. ૫.૨૨-૨૯ - ન્યુ યોર્ક