GU/670123b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ વ્યક્તિ કૃષ્ણનું સર્વોચ્ચ રૂપ કેવી રીતે જુએ છે? ફક્ત સેવાની પદ્ધતિ દ્વારા. અન્યથા, કોઈ શક્યતા નથી. સેવોન્મુખે હી જીહ્વાદૌ (ભક્તિરસામૃતસિંધુ ૧.૨.૨૩૪). જો તમે સેવાભાવમાં સંલગ્ન છો, તો ભગવાન તમારી સમક્ષ પોતાને પ્રકટ કરશે. તમે ભગવાનને જોઈ શકતા નથી. તમે... તમારા તુચ્છ પ્રયત્નોથી તમે ભગવાનને જોઈ ન શકો. આ શક્ય નથી. જેમ કે મધ્યરાત્રિના અંધકારમાં સૂર્યને જોવાનું શક્ય નથી. જ્યારે સૂર્ય સ્વયં પોતાને તમારી સમક્ષ પ્રકટ કરે છે ત્યારે જ તમે જોઈ શકો છો. સૂર્યનો એક સમય હોય છે, જેમ કે સવારે ૪:૩૦ અથવા ૫:૦૦ વાગ્યે, તરત જ તે પ્રકટ થશે. અને જેવો સૂર્ય પોતેને પ્રકટ કરે છે, તમે પોતાને જુઓ જુઓ છો, તમે સૂર્યને જુઓ છો અને તમે વિશ્વને જુઓ છો. અને જ્યા સુધી તમે સૂર્યને જોતા નથી, તમે અંધકારમાં છો, વિશ્વ અંધકારમાં છે અને તમે જોઈ શકતા નથી."
670123 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૬-૪૦ - સાન ફ્રાન્સિસ્કો‎