GU/670322b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અગ્નિ એક જગ્યાએ લાગે છે, પરંતુ તે જુદી જુદી રીતે પ્રગટ થાય છે. તે પ્રકાશિત કરે છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેની ગરમીનું વિતરણ કરી રહ્યું છે. તેવી જ રીતે, પરમ ભગવાન, તેઓ ખૂબ જ દૂર હોઈ શકે છે. તેઓ બહુ દૂર નથી, કારણ કે તેઓ તેમની શક્તિ દ્વારા હાજર છે. સૂર્યપ્રકાશની જેમ. સૂર્ય આપણાથી ઘણો દૂર છે, પરંતુ તે તેના તેજ દ્વારા આપણી સમક્ષ હાજર છે. આપણે સમજી શકીએ કે સૂર્ય શું છે. તેવી જ રીતે, જો તમે સર્વોચ્ચ ભગવાનની શક્તિનો અભ્યાસ કરો છો, તો પછી તમે સચેત છો અથવા કૃષ્ણ ભાવનામૃતમાં છો. તો જો તમે તમારી જાતને કૃષ્ણની શક્તિમાં સંલગ્ન કરશો, તો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનશો. અને જલદી તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો છો, તમે અભિન્ન થઈ જાઓ છો. તમે તેમનાથી અલગ નથી રહેતા."
670322 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૪૬ - સાન ફ્રાન્સિસ્કો‎