GU/670326 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે મને જાણવા માંગતા હો અથવા મારા વિશે કંઈક જાણવા માંગતા હો, તો તમે કોઈ મિત્રને પૂછી શકો છો, "ઓહ, સ્વામીજી કેવા છે?" તે કંઈક બોલી શકે છે; અથવા બીજી વ્યક્તિ કંઈક બોલી શકે છે. પરંતુ જ્યારે હું તમને પોતે સમજાવીશ, "આ મારી સ્થિતિ છે. હું આ છું," તે પૂર્ણ છે. તે પૂર્ણ છે. તો જો તમે પરમ પુરષોત્તમ ભગવાનને જાણવા માંગતા હો, તો તમે અનુમાન ન કરી શકો, અને ધ્યાન પણ ન કરી શકો. તે શક્ય નથી, કારણ કે તમારી ઇન્દ્રિયો ખૂબ જ અપૂર્ણ છે. તો રસ્તો શું છે? ફક્ત તેમની પાસેથી સાંભળો. તો તેઓ કૃપા કરીને ભગવદ્ ગીતા કહેવા માટે આવ્યા છે. શ્રોતવ્ય: "ફક્ત સાંભળવાનો પ્રયત્ન કરો." શ્રોતવ્ય: અને કીર્તિતવ્યશ ચ. જો તમે ફક્ત કૃષ્ણ ભાવનામૃતના વર્ગમાં સાંભળતા જાઓ, અને બહાર જાઓ અને ભૂલી જાઓ, ઓહ, તે બહુ સારું નથી. તે તમને સુધારશે નહીં. તો પછી, શું છે? કીર્તિતવ્યશ ચ: "તમે જે કંઇ સાંભળી રહ્યા છો, તમારે બીજાને કહેવું જોઈએ." તે પૂર્ણતા છે."
670326 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૨-૧૪ અને જગન્નાથ વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા - સાન ફ્રાન્સિસ્કો‎