GU/680315b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચાણક્ય પંડિત કહે છે કે 'સમય એટલો મૂલ્યવાન છે કે જો તમે લાખો સુવર્ણ મુદ્રાઓ ખર્ચો, તો પણ તમે એક ક્ષણ પણ પાછી લાવી ના શકો’. જે જતું રહ્યું છે તે જતું રહ્યું છે. ન ચેન નિરર્થકમ નીતિ: 'જો તમે આટલો મૂલ્યવાન સમય કોઈ પણ કારણ વગર બરબાદ કરો, કોઈ પણ લાભ વગર', ચ ન હાનિસ તતો અધિકા, 'જરા વિચાર કરો તમે કેટલું ગુમાવી રહ્યા છો, તમને કેટલું મોટું નુકસાન થઇ રહ્યું છે'. જે વસ્તુ તમે લાખો ડોલર ખર્ચીને પણ પાછી નથી લાવી શકતા, જો તમે તેને કોઈ પણ કારણ વગર ગુમાવો, તમે કેટલું ગુમાવી રહ્યા છો, જરા વિચાર કરો. તો તે જ વસ્તુ: પ્રહલાદ મહારાજ કહે છે કે ધર્માન ભાગવતન, કૃષ્ણ ભાવનાભાવિત બનવું અથવા ભગવદ ભાવનાભાવિત બનવું, એ એટલું મહત્વપૂર્ણ છે કે આપણે એક ક્ષણનો સમય પણ ગુમાવવો જોઈએ નહી. તરત જ આપણે શરૂઆત કરી દેવી જોઈએ. શા માટે? દુર્લભમ માનુષમ જન્મ. માનુષમ જન્મ (શ્રી.ભા. ૭.૬.૧). તેઓ કહે છે કે આ મનુષ્ય શરીર ખૂબ જ દુર્લભ છે. તે ઘણા, ઘણા જન્મો પછી મળ્યું છે. તો આધુનિક સમાજ, તેઓ સમજતા નથી કે આ મનુષ્ય જીવનનું મહત્વ શું છે."
680315 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૧ - સાન ફ્રાન્સિસ્કો