GU/680318 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શુકદેવ ગોસ્વામી કહે છે, તતશ ચ અનુદીનમ. અનુદીનમ મતલબ 'જેમ તેઓ દિવસ પસાર કરે છે'. તો પછી લક્ષણો શું છે? હવે, નન્ક્ષ્યતિ. નન્ક્ષ્યતિ મતલબ ધીમે ધીમે નાશ, નાશ પામશે. શું નાશ પામશે? હવે, ધર્મ: ધર્મ; સત્યમ; સત્યપાલન; શૌચમ; સ્વચ્છતા; ક્ષમા, દયા; આયુ, બળ; અને સ્મૃતિ, યાદશક્તિ. આ આઠ વસ્તુઓ, જરા જાણવાનો પ્રયત્ન કરો. પહેલી વસ્તુ છે ધર્મ. જેમ કલિયુગ પ્રગતિ કરશે, લોકો વધુ અને વધુ નાસ્તિક બનતા જશે. અને તેઓ વધુ ને વધુ જુઠા બનતા જશે. તેઓ સાચું બોલવાનું ભૂલી જશે. શૌચમ, સ્વચ્છતા, તે પણ નાશ પામશે."
680318 - ભાષણ - શ્રી.ભા. ૧૨.૨.૧ - સાન ફ્રાન્સિસ્કો