GU/680325 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મારે કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરવો પડશે જેથી અંતિમ ક્ષણે હું કૃષ્ણને ભૂલી ન જાઉં. તો મારું જીવન સફળ છે. ભગવદ્દ-ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતિ અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). મૃત્યુ સમયે, જેમ જેમ મનુષ્ય વિચારે છે, તેવું તેનું આગલું જીવન શરૂ થાય છે. ઉદાહરણ આપવામાં આવ્યું છે, ખૂબ સરસ, જેમ પવન કોઈ સરસ ગુલાબના બગીચા ઉપરથી ફૂંકાતો હોય તો સુગંધ બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. ગુલાબની સુગંધ અને જો હવા કોઈ અશુદ્ધ સ્થળ પર ફૂંકાય છે, તો દુર્ગંધ હવા દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તેવી જ રીતે માનસિક સ્થિતિની ચેતના મારા અસ્તિત્વનું સૂક્ષ્મ સ્વરૂપ છે."
680325 - વાર્તાલાપ - સાન ફ્રાન્સિસ્કો‎