GU/680614 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પ્રકૃતિના નિયમોનું તમે ઉલ્લંઘન ના કરી શકો. તે તમારા પાર લાદવામાં આવશે. જેમ કે પ્રકૃતિનો નિયમ, શિયાળો. તમે તેને બદલી ના શકો. તે તમારા પાર લાદવામાં આવશે. પ્રકૃતિનો નિયમ, ઉનાળો. તમે તેને બદલી ના શકો, કશું પણ. પ્રકૃતિનો નિયમ અથવા ભગવાનનો નિયમ, સૂર્ય પૂર્વ દિશાથી ઉગે છે અને પશ્ચિમ દિશાએ આથમે છે. તમે તેને બદલી ના શકો, કશું પણ. તે તમારે સમજવું પડે, કેવી રીતે પ્રકૃતિના નિયમો કામ કરી રહ્યા છે. તે કૃષ્ણ ભાવનામૃત છે, પ્રકૃતિના નિયમોને સમજવા. અને જેવું તમે પ્રકૃતિના નિયમોની વાત કરો છો, તરત જ આપણે સ્વીકારવું પડે કે એક કાયદાનો રચયિતા છે. પ્રકૃતિના કાયદાઓ આપમેળે બની શકે નહીં. પૃષ્ઠભૂમિ પર કોઈ અધિકારી સત્તા હોવી જ જોઈએ. ભગવદ ગીતા તેથી કહે છે દસમા અધ્યાયમાં કે મયાદ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સ-ચરાચરમ (ભ.ગી. ૯.૧૦): "મારા માર્ગદર્શન હેઠળ, અધિકારમાં, ભૌતિક નિયમો કામ કરી રહ્યા છે."
680614 - ભાષણ - ભ.ગી. ૪.૮ - મોંટરીયલ