GU/680623b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મૂળ ખ્યાલ છે, સમાજમાં, જે લોકો વિદ્વાન છે, જે લોકો શિક્ષણ કાર્યમાં સંકળાયેલા છે, તેમને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બ્રહ્મને સમજવું, આ દુનિયાની સ્થિતિ સમજવા માટે, તેઓ આધ્યાત્મિક જ્ઞાનને સમજે છે. જે લોકો આવા જ્ઞાનની કેળવણીમાં સંકળાયેલા છે, તેમને બ્રાહ્મણ કહેવવામાં આવતા હતા. પણ વર્તમાન સમયમાં જે કોઈ પણ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો હોય છે, તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં તે મોચી હોઈ શકે છે. પણ તે ખ્યાલ નથી. તો, માનવ સમાજના આ આઠ વિભાગો, માનવ સમાજના વૈજ્ઞાનિક વિભાગો, હવે લુપ્ત થઇ ગયા છે. તેથી ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષા આપી છે કે, 'આ યુગમાં', નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા (ચૈ.ચ.આદિ ૧૭.૨૧), 'માનવ સમાજના જીવનના લક્ષ્યના વિકાસનો બીજો કોઈ વિકલ્પ નથી'. કારણકે માનવ સમાજ તે પોતે જીવનના લક્ષ્ય પર પ્રગતિ કરવા માટે છે, અને જીવનનું લક્ષ્ય છે કૃષ્ણ ભાવનામૃત."
680623 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૬-૯ - મોંટરીયલ