GU/680702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભગવદ્દ ગીતાને સમજ્યા પછી, જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાવાન બને કે "હું મારું જીવન કૃષ્ણ સેવા માટે સમર્પિત કરીશ," તો તે શ્રીમદ્દ ભગવતમના અધ્યયનમાં પ્રવેશવા પાત્ર છે. તેનો અર્થ એ છે કે શ્રીમદ્દ-ભાગવતમ્ તે સ્થાનથી શરૂ થાય છે જ્યાં ભગવદ્દ ગીતા સમાપ્ત થાય છે. ભગવદ્‌ ગીતા આ બિંદુએ સમાપ્ત થાય છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). વ્યક્તિએ અન્ય બધા જ કાર્યો છોડી દઈને, કૃષ્ણની પૂર્ણ શરણાગતિ ગ્રહણ કરવી પડે છે. હંમેશાં યાદ રાખો, અન્ય બધા કાર્યોનો અર્થ એ નથી કે તમારે છોડી દેવું પડશે. તમે... એ સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણે કહ્યું કે "તમે બધું છોડી દો અને મારે શરણાગત થાઓ." તો તેનો અર્થ એ નથી કે અર્જુને તેની લડવાની ક્ષમતા છોડી દીધી. ઉલટું, તેણે વધુ જોરશોરથી લડવાનું શરૂ કર્યું."
680702 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮ - મોંટરીયલ