GU/680716 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ કહે છે કે સ્વકર્મણા તમ અભ્યર્ચ. તમે ફક્ત તમારા વ્યવસાયના પરિણામ દ્વારા પરમ ભગવાનની ઉપાસના કરવાનો પ્રયાસ કરો. કારણકે કૃષ્ણને દરેક વસ્તુની જરૂર પડે છે. તો જો તમે કુંભાર છો, તો તમે ઘડા પ્રદાન કરો. જો તમે ફૂલ વાળા છો, તો તમે ફૂલ આપો. જો તમે સુથાર છો, તો તમે મંદિર માટે કામ કરો. જો તમે ધોબી છો, તો મંદિરના કપડા ધોવો. મંદિર કેન્દ્ર છે, કૃષ્ણ. અને દરેકને તેની સેવા પ્રદાન કરવાની તક મળે છે. તેથી મંદિર પૂજા ખૂબ સરસ છે. તો આ મંદિરને એવી રીતે તંત્રબદ્ધ કરવું જોઈએ કે આપણને કોઈ ધનની જરૂર ન પડે. તમે તમારી સેવા આપો. બસ. તમે તમારી સેવામાં સંલગ્ન છો. તમારી સેવા બદલશો નહીં. પરંતુ તમે તમારા વ્યવસાયિક ફરજ દ્વારા મંદિર - પરમ ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરો."
680716 - વાર્તાલાપ - મોંટરીયલ