GU/680718 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આકાશમાં સો મીલ સુધી વાદળ ઘેરાયા હોઈ શકે છે, પણ ભલે સો મીલ હોય, શું તે સંભવ છે સૂર્યને ઢાંકવા માટે, સો મિલનો વાદળ? સૂર્ય પોતે આ ભૂમિ કરતા લાખો ગણો વધારે છે. તો માયા પરમ બ્રહ્મને ઢાકી નથી શકતી. માયા બ્રહ્મના નાનકડા કણોને ઢાંકી શકે છે. તો આપણે માયા કે વાદળ દ્વારા ઢંકાઈ શકીએ છીએ, પણ પરમ બ્રહ્મ ક્યારે પણ માયા દ્વારા ઢાકવામાં નથી આવી શકતા. તે અંતર છે માયાવાદ સિદ્ધાંત અને વૈષ્ણવ સિદ્ધાંતની વચ્ચે. માયાવાદ સિદ્ધાંત કહે છે કે પરમ સત્ય ઢંકાઈ ગયેલું છે. પરમ સત્ય ક્યારેય પણ ઢંકાઈ નથી શકતું. તો પછી તે સર્વોચ્ચ કેવી રીતે બની ગયા? તે આવરણ સર્વોચ્ચ બની જાય છે. ઓહ, કેટલા બધા વિવાદો છે અને કેટલા બધા... પણ આપણે તે પાલન કરીએ છીએ કે વાદળ સૂર્યકિરણોના નાનકડા ટુકડાઓને ઢાંકે છે. પણ સૂર્ય ત્યાં ને ત્યાં જ રહે છે. અને આપણે વ્યાવહારિક રૂપે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે જેટ વિમાનમાં જઈએ છીએ, આપણે વાદળ ઉપર હોઈએ છીએ. તેની ઉપર કોઈ વાદળ નથી. સૂર્ય સ્પષ્ટ છે. નીચલા સ્તર ઉપર થોડા વાદળ હોય છે."
680718 - ભાષણ અવતરણ - મોંટરીયલ