GU/680905b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ-ગીતામાં એવું કહેવામાં આવ્યું છે, ચાતુર-વર્ણ્યમ મયા સૃષ્ટમ (ભ.ગી. ૪.૧૩). આ ચાર વર્ણોના વિભાજન વિવિધ ગુણો અનુસાર છે, અને કૃષ્ણ કહે છે, અથવા ભગવાન કહે છે, "તે મારી રચના છે." તો તેમના સર્જનનો કોઈ અપવાદ હોઈ શકે નહીં. જેમ કે સૂર્ય ભગવાનની રચના છે. દરેક દેશમાં સૂર્ય હોય છે, એવું નથી કે ભારતમાં જ સૂર્ય જોઈ શકાય છે. દરેક દેશમાં ચંદ્ર હોય છે. તે જ રીતે, આ જાતિ પદ્ધતિ દરેક દેશમાં, દરેક સમાજમાં હાજર છે, પરંતુ તેને જુદા જુદા નામોથી બોલાવવામાં આવી શકે છે."
680905 - ભાષણ દીક્ષા અને લગ્ન - ન્યુ યોર્ક‎