GU/680905 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે કોઈ બ્રહ્મચારી લગ્ન કરે છે, ત્યારે તેને ગૃહસ્થ કહેવામાં આવે છે. પરંતુ કારણ કે બ્રહ્મચારીને તેના જીવનની શરૂઆતથી જ ભૌતિક આનંદનો ત્યાગ કરવાની તાલીમ મળી છે, તેથી તે પારિવારિક જીવનમાં સામાન્ય માણસની જેમ લીન નથી થઈ જતો. સામાન્ય માણસ, તેઓ જીવનના અંત સુધી કૌટુંબિક જીવન અથવા સ્ત્રીની સંગત છોડી શકતા નથી. પરંતુ વૈદિક પદ્ધતિ અનુસાર, સ્ત્રીના સંગને અમુક ચોક્કસ સમય માટે જ, ફક્ત યુવાનીના દિવસોમાં જ, ફક્ત સારા બાળકો પ્રાપ્ત કરવા માટે જ મંજૂરી આપવામાં આવે છે. કારણ કે પચ્ચીસ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધી, વ્યક્તિ સારા બાળકોને જન્મ આપી શકે છે."
680905 - ભાષણ દીક્ષા અને લગ્ન- ન્યુ યોર્ક‎