GU/690113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શ્રીમદ-ભાગવત કહે છે કે "જ્યા સુધી વ્યક્તિ તેના બાળકને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી શકે નહીં, ત્યાં સુધી કોઈએ પણ પિતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ, કોઈએ પણ માતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ." તો તે આધ્યાત્મિક ગુરુની પણ ફરજ છે. જ્યા સુધી વ્યક્તિ શિષ્યને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી ન શકે ત્યાં સુધી તેણે આધ્યાત્મિક ગુરુ ન બનવું જોઈએ. તો તે તોળાઈ રહેલી મૃત્યુ શું છે? મૃત્યુનો અર્થ છે... કારણ કે આપણે આત્મા છીએ, આપણને કોઈ મૃત્યુ નથી. પરંતુ મૃત્યુનો અર્થ આ શરીરની મૃત્યુ છે. તો તે આધ્યાત્મિક ગુરુનું કર્તવ્ય છે, તે માતાપિતાનું કર્તવ્ય છે, તે રાજ્યનું કર્તવ્ય છે, તે સગાસંબંધીઓ, મિત્રો, દરેકની ફરજ છે, લોકોને આ તોળાઈ રહેલા જન્મ-મૃત્યુથી બચાવવા."
690113 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ