GU/690120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સૌ પ્રથમ, ભગવાનની કલ્પના શું છે? ભગવાનની ધારણા છે "ભગવાન મહાન છે. કોઈ પણ તેમના કરતા મહાન નથી, અને કોઈ પણ તેમના જેવું નથી." તે ભગવાન છે. અસમ-ઉર્ધ્વ. ચોક્કસ સંસ્કૃત શબ્દ અસમ-ઉર્ધ્વ છે. અસમનો અર્થ છે "સમાન નહીં". ભગવાનની બરાબર કોઈ પણ ન થઈ શકે. આનું વિશ્લેષણ મહાન આચાર્યો દ્વારા થયેલું છે. તેમણે ભગવાનની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ કર્યું છે. તેમણે ચોસઠ લાક્ષણિકતાઓ બતાવેલી છે. અને તે ચોસઠમાંથી, આપણી પાસે, જીવાત્માઓ પાસે, ફક્ત પચાસ જ છે. અને તે ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં છે. ભગવાનના પચાસ ગુણો આપણી પાસે છે, પરંતુ તે ખૂબ જ..., સૂક્ષ્મ માત્રામાં છે."
690120 - ભાષણ શ્રી।ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ