GU/690120b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક વસ્તુ ભગવાનની સંપત્તિ છે. જો કે તમે ભગવાનના પુત્ર છો, તમે ભગવાનની પરવાનગી વિના કંઈપણ લઈ શકતા નથી. તમારા પિતાની સંપત્તિની જેમ. તમને તમારા પિતાનો વારસો મળશે... આ એક હકીકત છે. પરંતુ માનો કે પિતાએ ટેબલ પર એક હજાર ડોલર મૂકેલા છે. જો તમે તેને તેમની પરવાનગી વગર લઈ લો, વિચારીને કે "તે મારા પિતાનું ધન છે," પરંતુ કાયદા દ્વારા તમે ગુનેગાર બનો છો. તમારા પિતા તમારા પર ગુનાહિત કાર્યવાહી કરી શકે છે. તે રાજ્યનો કાયદો છે. ભલે તે તમારા પિતાનું ધન હોય, ભલે તમારા પિતા ખૂબ જ દયાળુ હોય, પરંતુ જો તમે તેમની પરવાનગી વિના ધન લઈ લો, તો તમે એક ગુનેગાર છો. અને બીજાઓનું તો શું કહેવું? તેવી જ રીતે, આપણે બધા ભગવાનની સંતાન છીએ."
690120 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ